Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દેશમાં બેંકોના એનપીએ આ વર્ષમાં વધુ વધશે : અહેવાલ

કંપનીઓને લાખો કરોડ રૂપિયાની લોન આપી ચુકેલી બેંકોના એનપીએમાં આ વર્ષમાં વધુ વધારો થઇ શકે છે. આ શંકા રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એજન્સીએ કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮-૧૯ના મધ્ય સુધી બેંકોના એનપીએમાં વધુ વધારો થઇ શકે છે. ત્યારબાદ તેમાં ઘટાડો થવાની શરૂઆત થશે. અંદાજ છે કે માર્ચમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનપીએ ૧૧ ટકા થઇ જશે. જે પહેલાની નિર્ધારિત અવદિમાં ૯.૪ ટકા હતો. આના આ વર્ષે ૧૧.૫ ટકા સુધી પહોંચી જવાની શક્યતા છે. જો કે વર્ષની પુર્ણાહુતિ થતા પહેલા તે ૧૦.૯ ટકા સુધી પહોંચી જવાની શક્યતા છે. એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી નાણાંકીય વર્ષમાં ક્રેડિટ ગ્રોથ અને પરિચાલન નફામાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જો કે પીએનબી બેંક કોંભાડ અને આઇસીઆઇસીઆઇ બેંક લોન પ્રકરણ બાદ સ્થિતી વધારે ખરાબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આના કારણે કાર્યશેલી મુડી હાંસલ કરવામાં વધારે તકલીફનો સામનો લોકોનો કરવો પડશે. બેંકોના નફામાં ઘટાડો થઇ શકે છે. નિષ્ણાંતોના કહેવા મુજબ સરકારી બેંકોના શુદ્ધ લાભમાં ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે ફસાયેલી લોનની રકમ વધી રહી છે. કેન્દ્રિય બેંક અને લોન વહેચવા ના નિયમોને વધારે કઠોર બનાવવામાં આવી રહ્યા છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ૨૦ ટકાનો વધારો રિટેલ લોનના ક્ષેત્રમાં થનાર છે. કઇ બેંક પર કેટલી એનપીએ રકમ છે તેની વાત કરવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. ૩૦મી સપ્ટેમ્ર ૨૦૧૭ સુધી સરકારી બેંકોના કુલ એનપીએનો આંકડો ૭૩૩૯૭૪ કરોડનો હતો. ખાનગી બેંકોનો આંક ૧૦૨૮૦૮ કરોડનો હતો.

Related posts

बेनामी संपत्तिः मीसा भारती के तीन ठिकानों पर ईडी का छापा

aapnugujarat

હું અહીં ‘મન કી બાત’ કરવા નહીં તમારી મુશ્કેલી જાણવા આવ્યો છુંઃ રાહુલ

aapnugujarat

जम्मू-कश्मीर भारत का एक अभिन्न अंग है : इंद्रेश कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1