Aapnu Gujarat
બિઝનેસ

આ વર્ષે વધારે કંપનીઓ ડિફોલ્ટ ઘોષિત થઇ શકે : રેટિંગ એજન્સી ઈક્રા

આ નવા નાણાંકીય વર્ષમાં કેટલીક અન્ય કંપનીઓ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી શકે છે. વ્યાજદરમાં વધારો થવા અને કઠોર કારોબારી સ્થિતીના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાઇ શકે છે. રેટિંગ એજન્સી ઇક્રા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ઇક્રા મુજબ ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ભારતીય કંપનીઓના ડિફોલ્ટ થવાનો દર ૩.૪ ટકાની આસપાસ રહ્યો છે. આ તે પહેલાના નાણાંકીય વર્ષમાં ૨.૬ ટકાની આસપાસ રહ્યો હતો. ઇક્રાએ કહ્યુ છે કે આડિફોલ્ટ દર આ વર્ષમાં વધારે રહી શકે છે. કારણ કે બેંકોની લોન મળવાની બાબત હવે વધારે મુશ્કેલરૂપ બની રહી છે. પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કોંભાડ બાદ બેંકો નિયમોને વધારે કઠોર બનાવી રહી છે. ડિફોલ્ટરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કારણ કે બેંકો દ્વારા પીએનબી કૌભાંડ બાદ લોન માટેની પ્રક્રિયાને વધારે જટિલ અને મુશ્કેલરુપ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં મોટી કંપનીઓ પણ મુશ્કેલીમાં છે.

Related posts

31 માર્ચે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેશે બેંક, આરબીઆઈ એ જાહેર કરી માર્ગદર્શિકા

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૮૫ કરોડ ખેંચાયા

aapnugujarat

ઇન્ડિગો સામે રાષ્ટ્રદ્રોહનો કેસ, ભારતીય નાણાં લેવાનો કર્યો હતો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1