Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ : રાજ્યસભામાં મંજૂરી નહીં મળે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે

કોંગ્રેસે દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે. સોમવારે કોંગ્રેસ રાજ્યસભાના સભાપતિ સમક્ષ મુખ્ય ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતા છે. કોંગ્રેસના આ પ્રસ્તાવને જો રાજ્યસભાની મંજૂરી નહીં મળે તો તે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે.
દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિપક્ષે તૈયારી કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે.
જો રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ પ્રસ્તાવ ફગાવી દેશે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ પર જરૂરી સાંસદોના હસ્તાક્ષર કરાવ્યા છે. જોકે કોંગ્રેસમાં એ વાતની ચર્ચા પણ થઈ છે કે જો રાજ્યસભાના સભાપતિ પ્રસ્તાવને ફગાવી દે તો આગામી પગલું શું હોઈ શકે.બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલાત કરનારા સાંસદોના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એ જજો સમક્ષ રજૂ થવા પર રોક લગાવી દીધી છે. જેમની સામે તેઓ મહાભિયોગ પ્રસ્તાવની માંગ કરી રહ્યા છે.
રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ આવે તો તેનો સ્વીકાર કરવો કે પછી ફગાવી દેવો તે સભાપતિના અધિકાર હેઠળ આવે છે. સત્તાપક્ષના વલણને જોતા લાગે છે કે રાજ્યસભાના સભાપતિ તેને મંજૂરી નહીં આપે. કોંગ્રેસના રણનીતિકાર માને છે કે જો મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી ન મળે તો કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. રાજ્યસભાના સભાપતિની મંજૂરી ન મળે તો સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ એવો તર્ક રજૂ કરી શકે છે તેમનો નિર્ણય તર્કબદ્ધ નથી. જેથી તેને સ્વીકારી ન શકાય.બંધારણના આર્ટીકલ ૧૦૫ મુજબ સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ન્યાયપાલિકા દખલ નથી કરી શકતી.  જોકે કાયદાના જાણકાર માને છે કે કોઈપણ પ્રસ્તાવને મંજૂરી આપવી કે નહીં તે ગૃહની કાર્યવાહીનો હિસ્સો નથી. આ ગૃહના પ્રશાસનિક કાર્યોના દાયરામાં તે આવતું હોય. પ્રશાસનિક નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

Related posts

કોંગ્રેસી મહિલાઓ ભાજપ વિરુદ્ધ લડવા તૈયાર રહે : રાહુલ

aapnugujarat

ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છેઃ કોંગ્રેસ

aapnugujarat

રાકેશ ટિકૈતને મારી નાંખવાની ધમકી

editor

Leave a Comment

UA-96247877-1