Aapnu Gujarat
ગુજરાત

તમામ હેલ્થ સેન્ટર્સ સૌર ઊર્જાથી સંચાલિતઃ સૂરત બન્યો દેશનો પહેલો જિલ્લો

પૃથ્વીના તાપમાનમાં સતત થઈ રહેલા વધારા એટલે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બધા દેશો પરેશાન છે ત્યારે ગુજરાતના સૂરત જિલ્લાએ આ સમસ્યાનો સામનો કરવા માટે સૌર ઊર્જાને અપનાવી છે.
તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સોલર પાવરથી સંચાલિત છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર સૂરત જિલ્લો દેશનો પહેલો બન્યો છે.જિલ્લામાં કુલ ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને હવે એ તમામ સૌર ઊર્જાથી ચાલે છે. આ પહેલને કારણે વીજળીનું બિલ ૪૦ ટકા જેટલું ઘટી ગયું છે એટલું જ નહીં, પણ ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં સૂરત જિલ્લાએ મોટું, મહત્વનું યોગદાન આપ્યું છે.જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશના જણાવ્યા મુજબ, સૂરત જિલ્લામાં ૫૭૨ ગ્રામ પંચાયતો છે. એમાંની ૧૫૦ ગ્રામ પંચાયતો સૌર ઊર્જાથી સંચાલિત છે. ટૂંક સમયમાં જ બાકીની ૪૨૨ પંચાયતોને પણ સૌર ઊર્જાથી સંચાલિત કરી દેવામાં આવશે. ગ્રામ પંચાયતોને સોલર પાવર્ડ બનાવવા માટે થતા કુલ ખર્ચનો ૨૫ ટકા હિસ્સો જિલ્લા પંચાયત ભોગવે છે.

Related posts

મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં

aapnugujarat

આજથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ દાહોદથી મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં એઇમ્સનો મુદ્દો ઉછળ્યો : ભાજપ અને કોંગ્રેસી સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1