Aapnu Gujarat
બ્લોગ

શાંતિથી બે વાર વાંચજો વિચારજો ને અમલ કરી જોજો..

આજની પેઢી પાસે શું નથી ?

એમની બુદ્ધિ…
ભલભલાને પાણી પીવડાવે એવી !

એમને મળતી સગવડો…
કેટલી બધી !

જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ…
ઢગલાબંધ !

ફેમિલીનો સહકાર…
સતત !

અરે !
એમ કહું તો ચાલે કે –
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે…
અને,
પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!

સુખ સગવડના સાધનો ?
એના વગર તો જીવાય જ કેમ !

ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,
સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે…
પણ,
દીકરા, દિકરીને મોબાઇલ, બાઈક કે સ્કૂટી તો નવું જ અપાવે !!

ટ્યુશન…સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !

અને,
છતાં આજની પેઢી…
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?
આ પેઢી ઉદાસ કેમ છે ??

૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે –
માતા-પિતાને ખબર પણ ના હોય કે… પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !

અરે,
આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !

કારણકે –
આપણે જ કોઈ ભૂલ કરી હશે…
અને ફરિયાદ કરવી હશે…
– એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !

અને,
“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”

અથવા,

દીકરી હોય તો
ઘરનાં કામ તો કરવાના જ !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે…

અરે ભલું હોય તો –
પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું.

લેસન કરવાની જવાબદારી તો આપણી જ !

એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો…

અને ટ્યુશન ?

એ શું વળી ?

“સ્કુલમાં ઢોર ચારે છે…
તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !

અને,
ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો…

એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે…
તો –
બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું !!

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું…

અને છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી…
અને,
શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી !

સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું…
અને,
માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું…
છતા,
કેટલો સંતોષ !

ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !

થોડો તાવ આવતો તો –
ઘરગથ્થુ ઉકાળાથી જ મટી જતો !

વળી,
ઘરમાં પિતાને પણ ખબર ના પડતી…

અત્યારની જેમ કોઈ ખોટા લાડ નહિ…
અને,
છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !

કોઈના જીવનમાં – કોઈ ટેન્શન નહીં…

અને હા,
ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય…
જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય !

અને,
રીઝલ્ટ ખરાબ હોય…
તો પણ,
પપ્પા લડે કે એકાદ લાફો મારી દે…

તો –
૧૦ મીનીટમાં ભૂલી જવાનું !

એ મારા પપ્પા કે મમ્મી છે…
મારે પણ ખરાં !

અને અત્યારે ?

માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં…

બાળકનું ધાર્યું ના થાય તો –
એ ડીપ્રેશનમાં જતું રહે !

શિક્ષક એને લઢી ના શકે…
તો મારવાની વાત જ ક્યાંથી ?

દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે…

પોતાની જીદ પૂરી ના થાય તો –
ડીપ્રેશન આવી જાય !

અને એટલી હદે કે –
બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!

અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે…?

આપણે એને પૂછીએ કે –
”બેટા, ક્યાં જાય છે ?”

તો જવાબ આ જ હોય કે –
“ બહાર જઉં છું. “

કોઈ વાતનો સીધો જવાબ નહિ…
અને,
છતાં માબાપથી કશું કહેવાય નહી !

બસ,
સમસમીને બેસી રહેવાનું…

ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે…
– એનું ભાન છે ?

પાણી માગે તો –
દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે –
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !

થોડું પણ ‘સ્ટ્રેસ’ ના આપવું…
એ આપણો ‘પ્રેમ’ હોઈ શકે…

પણ,
એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે !

કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે…
અથવા તો –
આત્મઘાતી પગલું ભરશે…
– એ કેમ નથી વિચારતા, ?

‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે –
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે…તો?

એને પોતાનો ‘અહમ’ ઘવાશે…

અને,
ના કરવાનું કરી બેસશે એનું શું ?

વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય…

એને પછી –
ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?

તમારું બાળક તમને પ્યારુ છે, ઈમ્પોર્ટન્ટ છે…

એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?

એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ તે છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,
એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે !
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)

ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?

ચાલો,

આજે…. થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ.

આપણે આપણા બાળકને ‘સામાન્ય’ દેખાતા…પરંતુ,
ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.

એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !

જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય…

તો –
હીરાની કિંમત નજીવી બની જશે !
કેમકે એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !

દિલમાં દુ:ખ તો થાય…

છતાં પણ બાળકને ધીરજ,
‘ના’ સાંભળવાની ટેવ,
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી…
આ બધું જ શીખવાડવું પડશે.

દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે –
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !

જો આ ગુણો એનામાં આવશે…
તો –
ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ…
પણ,
આપણી અને એમની લાઈફ પણ ‘હેપ્પી’ બની જશે !!

સોરી,
થોડી ભાષા કઠોર વાપરી છે…
પણ,
એ મારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે…

તો એને ‘ક્ષમ્ય’ ગણશો !!?

Related posts

ઠગ અને પિંઢારા હીરો નહીં ગુનેગારોની ટોળકીઓ હતી…..

aapnugujarat

JOKES

aapnugujarat

ભારતમાં ચારમાંથી એક દંપતીને લાગે છે બેવફાઇનો ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1