Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ૯૧ ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગણી કરી

મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના ૯૧ ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. ખેડૂતોઅ ઉપરાજ્યપાલ અને તમામ ડિવીઝનલ ઑૅફિસરને (એસડીઓ) પત્ર લખ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે નેશનલ હાઇવે-છ પર ચાર લેન હાઇવે બનાવવા માટે સરકારે જે મુઆવઝા આપ્યા છે તે પૂરતા નથી. એટલું જ નહીં ખેડૂતોનો આરોપ છે કે પાકનું પણ યોગ્ય વળતર મળ્યું નથી.ખેડૂતોની માગણી છે કે ક્યાં તો અમને પૂરતું વળતર આપવામાં આવે છે અથવા તો અમને મૃત્યુની પરવાનગી આપવામાં આવે. રવિવારના રોજ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના પાકના વાજિબ દામ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે બજેટમાં પણ તેને ખાતરી કરવામાં આવી હતી. મુખ્સમંત્રીના મુતાબિક કચેરીમાં કર્મચારીનો ખર્ચ, બીજની કિંમત, ખાતર અને સિંચાઈનો ખર્ચનો પણ તેમાં સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં પાછલા દિવસોમાં ખેડૂતોના પ્રદર્શને સમગ્ર દેશનું ધ્યાન ખેડૂતોની સમસ્યાઓ તરફ ખેંચ્યું હતું.પંજાબ સરકારે રવિવારે કહ્યું કે તે આગામી તબક્કામાં આશરે વધુ ૫૦,૦૦૦ ખેડૂતોની લોન માફ કરવાની યોજનાની જેમ ૨૦૦ કરોડ રુપિયાની રાહત આપશે. પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે એપ્રિલના પહેલા અઠવાડિયે ગુરદાસપુરમાં રાજ્યસ્તરના એક કાર્યક્રમમાં કરજની માફી આપવામાં આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરદાસપુર, પઠનકોટ, હોસીઅરપુર, શહીદ ભગત સિંહ નગર, અમૃતસર અને તરણતારન આમ છ જિલ્લામાં આશરે ૫૦,૦૦૦ લાભાર્થીઓને આશરે ૨૦૦ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવશે.

Related posts

ખેડૂતોએ MSP પર સરકારની ઓફર ફગાવી

aapnugujarat

પ્રથમ ચરણમાં ૯૧ બેઠકો પર શાંતિપૂર્ણરીતે મતદાન પરિપૂર્ણ

aapnugujarat

કેજરીવાલની સીબીએસઈ પરીક્ષા રદ કરવા અપીલ

editor

Leave a Comment

UA-96247877-1