Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નમો એપના બદલે કોંગ્રેસ એપ ડિલિટ : સ્મૃતિ ઇરાની

રાહુલ ગાંધીના ટિ્‌વટ ઉપર કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ઉપર આકરા પ્રહારો કર્યા છે. સ્મૃતિએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, રાહુલ ગાંધીને એમ લાગે છે કે જે તેઓ કહી રહ્યા છે તે થઇ રહ્યું છે પરંતુ આનાથી બિલકુલ વિરુદ્ધમાં કામ થઇ રહ્યું છે. રાહુલ ગાંધી જે કહે છે તેની વિપરિત ટીમ કામ કરી રહી છે. સ્મૃતિએ દાવો કરતા કહ્યું છે કે, નમો એપને ડિલિટ કરવાના બદલે તેમની ટીમે કોંગ્રેસ એપને જ ડિલિટ કરી દીધી છે. સ્મૃતિએ કહ્યું છે કે, હવે જ્યારે અમે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે કોંગ્રેસ ડેટા સિંગાપોરના સર્વરોમાં કેમ મોકલે છે તેનો જવાબ રાહુલ ગાંધી પાસે નથી. જેને કોઇપણ ટોમ, ડીક અથવા તો એનાલિટીકા હાંસલ કરી શકે છે. સ્મૃતિએ કહ્યું છે કે, છોટા ભીમ પણ જાણે છે કે, એપ ઉપર સામાન્ય રુપથી માંગવામાં આવેલી મંજુરીનો મતલબ જાસુસી થતો નથી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ નમો એપનો આભાર માનવો જોઇએ. આના કારણે તેમને એનસીસી અંગે માહિતી મળી છે.

Related posts

सीएम योगी ने सोनभद्र मामले में डीएम-एसपी को हटाया

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકમાં નષ્ટ કરાયેલા કેમ્પ સક્રિય

aapnugujarat

हैदराबाद एनकाउंटर : जांच के लिए SC करेगा पूर्व जज की नियुक्ति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1