Aapnu Gujarat
ગુજરાત

સિવિલમાં મહિલા તબીબની આત્મહત્યા કેસમાં ચકાસણી

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોકટરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં શાહીબાગ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને તેના ભાગરૂપે પોલીસે મૃતક મહિલા તબીબ અને હોસ્ટેલમાં તેની સાથે રહેતી મહિલા રૂમ પાર્ટનરની પણ પૂછપરછ હાથ ધરી છે. બીજીબાજુ, તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, અગાઉ પણ આ મહિલા તબીબ મનોચિકિત્સ સારવાર સંબંધી દવા લેતી હતી હતી અને એમડીની આવી રહેલી પરીક્ષાના દબાણ કે માનસિક તાણને લઇ તેણીએ આત્મહત્યા કરી હોઇ શકે. જો કે, પોલીસે તેમછતાં મહિલા તબીબની આત્મહત્યા પાછળનું સત્ય શોધવાની દિશામાં કવાયત હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક વોર્ડમાં ફરજ બજાવતી ૨૩ વર્ષીય મહિલા તબીબ રૂહી હથિધરાએ હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં ઇન્જેકશન લઇ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેનો મૃતદેહ ધાબા પરથી મળી આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. રૂહીના લગ્નને અઢી વર્ષ જેટલો સમય થયો હતો અને તેણી ગર્ભવતી હતી. તેણીના પિતા પણ ડોકટર છે અને પતિ વડોદરા હોસ્પિટલમાં ફરજ બજાવે છે. પોલીસ અને તબીબી તપાસ દરમ્યાન એવી હકીકત પણ સામે આવી હતી કે, રૂહીએ પ્રોપોફોલ અને પોટેશિયમ કલોરાઇડના ચાર એમ.એલ.મિશ્રણના ઇન્જેકશન લઇ સ્યુસાઇડ કર્યું હતું. જેમાં તેણીએ પહેલા પગના ભાગે અને બાદમાં હાથના ભાગે ઇન્જેકશન પણ લીધુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા તબીબે પરીક્ષાના બોજ અને તાણના કારણે આત્મહત્યાનું પગલુ ભર્યુ હોઇ શકે તેવી અનુમાન સેવાઇ રહ્યું છે. જો કે, તેમછતાં પોલીસે હોસ્ટેલની અન્ય મહિલા તબીબ, પીડિયાટ્રીક વોર્ડના સ્ટાફ સહિતના સંબંધિત લોકોની પૂછપરછ કરી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલા તબીબની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એફએસએલની પણ મદદ લીધી હતી. પોલીસે આજે મૃતક મહિલા તબીબના પતિ અને તેણી પીજી હોસ્ટેલમાં જે મહિલા પાર્ટનર સાથે રહેતી હતી તેઓના નિવેદન લઇ પૂછપરછ હાથ ધરી હતી. મહિલા તબીબની આત્મહત્યાને લઇ સિવિલ સંકુલ ખાસ કરીને તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Related posts

તા.૧૪ અને ૧૫ જૂન બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ

aapnugujarat

મહેસાણાની ધાધુસણ ગ્રામ પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ

editor

दूधेश्वर शनि मंदिर में १०८ दीए से जय श्री राम लिखकर जश्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1