Aapnu Gujarat
ગુજરાત

આણંદમાં કોંગીના ઉપપ્રમુખ સહિત ૧૩ શખ્સની ધરપકડ

લોન અપાવવાના બહાને નકલી પોલીસ બની દમ મારી લોકોની સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરતી નકલી પોલીસ ગેંગના ૧૩ આરોપીઓને વડોદરા પીસીબીએ ઝડપી લઇ એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પકડાયેલા આરોપીઓમાં આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ મીરાજ પટેલ અને તેના પિતા નરેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે, કે જેઓએ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા ભજવી છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓ પાસેથી રૂ.૫૦.૮૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રૂ.૧૯.૪૫ લાખ તો રોકડા જપ્ત કરાયા હતા. આ અંગેની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના ભોપાલ શહેરની ગુલમહોર કોલોનીમાં રહેતા વેપારી પ્રેમ સુભાષચંદ્ર ચાવલાને લોનની જરૂર હોવાથી માહિતી મળી હતી કે, આણંદના બાકરોલ રોડ પર રહેતા નરેન્દ્રભાઇ પટેલ કમીશન લઇ સરળતાથી બેંક લોન અપાવી દે છે. તેથી તેઓ આણંદ આવીને નરેન્દ્રભાઇ પટેલ અને તેમના પુત્ર મીરાજ પટેલને મળ્યા હતા. બંને પિતા-પુત્રએ વેપારી પાસેથી કમીશન પેટે રૂ.૧૫ લાખ પણ લીધા હતા અને ત્યારબાદ ફરીથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી દમ માર્યો હતો. તેથી વેપારી પ્રેમચાવલાને શંકા ગઇ હતી અને તેણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, નરેન્દ્ર પટેલ અને તેનો પુત્ર મીરાજ પટેલ લોન અપાવવાના બહાને ઉંચુ કમીશન પડાવી ત્યારબાદ પોતાના જ માણસોને નકલી પોલીસ તરીકે ઉભા કરી તેમના મારફતે દમ મરાવી નાણાંનો તોડ કરતા હતા. જેથી ભોપાલના વેપારી ચાવલાએ સમગ્ર કૌભાંડ અંગે વડોદરા પીસીબીને બાતમી આપી હતી. જેને પગલે વડોદરા પીસીબીના અધિકારીઓએ વડોદરાની વેલકમ હોટલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે આરોપીઓ કમલ પટેલ, મીરાજ પટેલ, ધ્રુવ પટેલ, કૃણાલ સોલંકી અને દિગેશ મિસ્ત્રીને ઝડપી લીધા હતા. પકડાયેલા આ આરોપીઓની પૂછપરછના આધારે જંબુસર-વડોદરા રોડ પર પોલીસના સ્વાંગમાં દમ મારી રહેલા કીરીટ પટેલ, રાકેશ સોલંકી, જયંતિ વાઘેલા, રમેશ બારેયા, અરવિંદ રાજમલ, બચુભાઇ અને નિમેષ પંચાલને પણ પકડી લીધા હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ તમામ આરોપીઓ નકલી પોલીસ તરીકેનો દમ મારવા માટે લાલ લાઇટવાળી કારનો પણ ઉપયોગ કરતા હતા. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી નરેન્દ્ર પટેલ અને તેમનો પુત્ર મીરાજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. મીરાજ પટેલ આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ હોવાની માહિતી સામે આવતાં રાજકીય વર્તુળમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો

aapnugujarat

ट्रेन में सामान उतारने बहाने ३० तोला के आभूषण की चोरी

aapnugujarat

વિરમગામ તાલુકા આઇ.ઇ.સી ઓફિસર એસ.એલ.ભગોરાનો વિદાય સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1