Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકા આઇ.ઇ.સી ઓફિસર એસ.એલ.ભગોરાનો વિદાય સમારંભ યોજાયો

વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા એસ.એલ. ભગોરા તારીખઃ-૩૦/૦૬/૧૭ને શુક્રવારના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે યોજાયો હતો. ટીઆઇઇસીઓ એસ.એલ.ભગોરાએ ૨૭ વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ટીઆઇઇસીઓ એસ.એલ.ભગોરા, કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા, બળદેવભાઇ વાઘેલા, હાર્દીક અમિન સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામ તાલુકા આઇઇસી ઓફિસર તરીકે નિવૃત થયેલ એસ.એલ.ભગોરા તારીખઃ-૦૮/૦૯/૧૯૯૦ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીતાપુર ખાતે હાજર થઇને આરોગ્ય વિભાગની સેવામાં જોડાયા હતા. તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીતાપુર ઉપરાંત તત્કાલીન પ્રા.આ.કેન્દ્ર માંડલ, વિઠલાપુર, તાલુકા હેલ્થ ઓફિસ બરવાળામાં પણ ફરજ બજાવી હતી અને લોકોને સતત આરોગ્ય શિક્ષણ પુરૂ પાડ્યુ હતુ. એસ.એલ.ભગોરા તારીખઃ-૦૮/૦૫/૧૬ થી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે તાલુકા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તારીખઃ-૩૦/૦૬/૧૭ના રોજ વય નિવૃત થયા હતા. સતત હસતા અને મિલનસાર સ્વભાવના એસ.એલ.ભગોરા વિરમગામ તાલુકામાં સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજીત તાલુકા આઇઇસી ઓફિસર એસ.એલ.ભગોરાના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

Related posts

અમદાવાદમાં સતત છઠ્ઠા દિવસે મેઘાની ધમાકેદાર બેટિંગ જારી

aapnugujarat

ઢઢેલાથી સેવા સેતુ કાર્યક્રમનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

ચાંદલોડિયા : યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1