Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૫ શતાબ્દી ટ્રેનોમાં યાત્રી ભાડામાં ઘટાડો થવાની વકી

ટ્રેનમાં વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે, પ્રિમિયમ શતાબ્દી ટ્રેનોમાં ભાડામાં ઘટાડો કરવામાં આવી શકે છે. આના માટેની રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. ૨૫ શતાબ્દી ટ્રેનોમાં યાત્રી ભાડામાં ઘટાડો ટૂંક સમયમાં જ કરવામાં આવશે. લો પેસેન્જર સાથે દોડી રહેલી શતાબ્દી ટ્રેનોમાં ભાડામાં ઘટાડો કરવાની તૈયારી હાથ ધરાઈ છે. રેલવે દ્વારા એવી ૨૫ શતાબ્દી ટ્રેનોની ઓળખ કરી લેવામાં આવી છે જે ટ્રેનોમાં આ સ્કીમને અમલી કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં એક દરખાસ્ત ઉપર સક્રિયરીતે કામ ચાલી રહ્યું છે. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, ઓછા ભાડાની હિલચાલ પાયલોટ પ્રોજેક્ટની સફળતા ઉપર આધારિત છે. ગયા વર્ષે બે રુટ ઉપર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પાયલોટ સ્કીમ જે એક સેક્શનમાં અમલી કરવામાં આવી હતી ત્યારે કમાણીમાં ૧૭ ટકાનો વધારો થયો હતો અને પેસેન્જર બુકિંગમાં ૬૩ ટકાનો વધારો થયો હતો. રેલવે દ્વારા ભાડાની સ્કીમને લઇને ચારેબાજુ ટીકાનો સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે શતાબ્દી ટ્રેનોમાં ભાડામાં ઘટાડાની સ્કીમ લાવવામાં આવી છે. રાજધાની, શતાબ્દી અને ડુરન્ટો ટ્રેનોમાં ભાડામાં લઇને યાત્રીઓ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. દેશમાં રેલવે દ્વારા ૨૫ શતાબ્દી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જે પૈકી શતાબ્દીને દેશમાં દોડતી સૌથી ઝડપી ટ્રેન તરીકે ગણવામાં આવ છે. ગયા વર્ષે રેલવે દ્વારા બે શતાબ્દી ટ્રેનો નવી દિલ્હી અને અજમેર વચ્ચે દોડતી એક શતાબ્દી ટ્રેન અને ચેન્નાઈ-મૈસુર વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેનમાં ઘટાડો કરાયો હતો. ભાડામાં ઘટાડાની અસરને જોવા માટે આ વ્યવસ્થા શરૂ કરાઈ હતી. આ સ્કીમ હેઠળ જયપુર અને અજમેર, બેંગ્લોર અને મૈસુર વચ્ચે ભાડામાં ઘટાડો કરાયો હતો. આ સેક્શનો ઉપર યાત્રીઓની ક્ષમતા પણ ઓછી દેખાઈ હતી.

Related posts

स्मार्ट सिटीज के कमजोर आंकड़े पर राहुल की मोदी भक्तों से अपील

aapnugujarat

AP govt informed in assembly that all bifurcation issues will be solved

aapnugujarat

અકુંશરેખા ઉપર ભીષણ ગોળીબાર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1