Aapnu Gujarat
બિઝનેસ

૯ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૪૬૭ કરોડ ઘટી ગઇ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૬૪૬૭.૯૪ કરોડ રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ ઘટાડો રહ્યો છે. છેલ્લા સપ્તાહ દરમિાયન એકમાત્ર એચયુએલની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માર્કેટ મૂડી ઉથલપાથલના સત્ર વચ્ચે ૧૫૫૩૭.૭ કરોડ ઘટીને ૨૦૨૫૦૭.૯૮ કરોડ થઇ ગઇ છે. આ ઉપરાંત આઈટીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૩૦૬.૭૩ અને ૪૮૪૬ કરોડનો ઘટાડો થઇ ચુક્યો છે. આ ઘટાડા સાથે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર રહેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી હવે ઘટીને ૫૬૫૫૮૯.૩૨ કરોડ થઇ છે. એચડીએફસી બેંક અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ઘટાડો થતાં આ બંનેની માર્કેટ મૂડી ક્રમશઃ ઘટીને ૪૭૭૧૪૮.૨૪ કરોડ અને ૨૬૦૧૩૬.૨૪ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં પણ ગાબડા પડ્યા છે. તેની માર્કેટ મૂડીમાં ૧૭૩૨.૪૩ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૫૩૯૩૧૪૯.૫૩ કરોડ થઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. એચડીએફસી, ઓએનજીસીની માર્કેટ મૂડીમાં પણ શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં ઉથલપાથલના દોર વચ્ચે પણ હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં ૧૪૦.૬૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૨૮૧૩૩૦.૭૯ કરોડ થઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંકે અને ટીસીએસ બીજા ક્રમાંક ઉપર અકબંધ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૫૭૯ પોઇન્ટનો અથવા તો ૧.૭૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, સેંસેક્સ શુક્રવારે ૪૧૦ પોઇન્ટ ઘટીને ૩૨૫૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી બીજી બાજુ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સે પણ ૧૧૭ પોઇન્ટ ગુમાવી દીધા હતા જેથી તેની સપાટી ૯૯૯૮ રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરી દીધા છે. જેના લીધે સ્ટીલ સહિત ચીની ચીજવસ્તુઓ પર ટેરિફ લાગૂ થઇ જશે. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં સપ્ટેમ્બર ૨૦૧૭ બાદની સૌથી નીચી સપાટી જોવા મળી હતી. એક્સિસ બેંકના શેરમાં ૩.૮૫ ટકા અને પંજાબ નેશનલ બેંકના શેરમાં ૩.૭૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Related posts

ગૂગલે ખુદ કહ્યું કે ૫ કરોડ લોકોનાં ડેટા ખતરામાં

aapnugujarat

જિયો ની નવી જીએસટી સ્પેશ્યલ ઑફર : ૧ વર્ષ સુધી અનલિમિટેડ કૉલ અને ફ્રી ડેટા

aapnugujarat

जियो प्लेटफार्म्स को फेसबुक से 9.99 प्रतिशत हिस्सेदारी के बदले मिली 43,574 करोड़ रुपये

editor

Leave a Comment

UA-96247877-1