Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગ્રીનકાર્ડ બેકલોગ ખતમ કરવા અમેરિકામાં ભારતીયોની રેલી

દેશપ્રમાણેના નિયંત્રણો દૂર કરીને ગ્રીનકાર્ડ બેકલોગનો અંત આણવા માટે હજારો ભારતીય વ્યવસાયિકોએ અમેરિકાભરમાં શાંતિપૂર્ણ રેલીઓ કાઢી હતી.કાયમી કાયદેસરના વસવાટ કે ગ્રીનકાર્ડની ફાળવણી માટે દરેક દેશ માટે સાત ટકાની મર્યાદા રાખવાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમને કારણે સહન કરનારાઓમાં બહુધા એચ-૧ બી વર્ક વિઝા હેઠળ આવેલા ભારતીય અમેરિકનો છે. આ નીતિને પગલે ભારતીય સ્કિલ્ડ ઇમિગ્રાન્ટો માટે ગ્રીનકાર્ડની રાહ જોવાનો સમય ૭૦ વર્ષ સુધી લંબાઈ શકે છે.દેશ પ્રમાણે કાયદેસરના કાયમી વસવાટ અંગે મર્યાદાનો અંત આણવા ટેકો આપવા માટે સાંસદોને વિનંતી કરતી આ રેલીઓ સપ્તાંહતે આરકાન્સાસ, કેન્ટુકી અને ઓરેગોનમાં યોજાઈ હતી.હવે આ મુદ્દે અમેરિકન પ્રજા અને સાંસદોમાં જાગૃતિ આણવા માટે ભેદભાવભરી ગ્રીનકાર્ડ બેકલોગના મુદ્દે સુધારા કરવાની માગ સાથે કહ્યું હતું કે આ નીતિથી ભારતથી આવતા ગ્રીનકાર્ડના અરજદારો આધારિત રોજગાર ઉપર અસર પડે છે.  ભારતીય અમેરિકનો દ્વારા હાલમાં સીએટલ સ્થિત રચાયેલા જીસીરિફોર્મ સંગઠને આ વાત જણાવી હતી. આવનારા દિવસોમાં અન્ય કેટલાય રાજ્યોમાં જાગૃતિ માટે રેલી કાઢવામાં આવશે.

Related posts

विश्व बैंक ने बताया, कोरोना से होने वाले आर्थिक नुकसान कैसे किया जा सकता है कम

editor

पाक तय समय में FATF के सभी लक्ष्यों को हासिल करेगा : कुरैशी

aapnugujarat

लादेन का बेटा हमजा मारा गया : US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1