Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હવે મફ્ત ડેટાની ભેટ મોદી સરકાર આપે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય ચૂંટણી પહેલા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનોને આકર્ષિત કરવા માટે મોટો દાવ રમવા માટે તૈયાર છે. મોદી સરકાર લોકોને ફ્રી ડેટા આપવાની યોજના બનાવી રહી છે. આ યોજનાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. સુત્રોના કહેવા મુજબ ટેલિકોમ મંત્રાલય હાલમાં આના પર કામ કરી રહ્યુ છે.
આશરે એક વર્ષની લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ હવે યોજનાનિર્ણાયક તબક્કામાં પહોંચી હોવાના હેવાલ મળી રહ્યા છે. સરકાર આ યોજનાને વર્ષ ટુંક સમયમાં જ રજૂ કરી શકે છે. સરકાર આ પ્રયાસને નોટબંધી બાદ ડિજિટલ લેવડદેવડ તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. સુત્રોના કહેવા મુજબ યુનિવર્સલ ઓબ્લિગેશન ફંડથી આ સ્કીમને આગળ વધારી શકાય છે. એમ કહેવામાં આવે છે કે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં નેટ કનેકટિવિટીને વધારી દેવાના હેતુ સાથે આ યોજનાને રજૂ કરનાર છે. આ હેઠળ એવી તમામ જરૂરી વેબસાઇટ ખુલી જશે જે જરૂરી સેવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવામાં લાગેલા અધિકારીઓના કહેવા મુજબ હાલમાં તેના કેટલાક પાસા પર ચર્ચા ચાલી રહી છે. યુએસઓ ફંડને લઇને લોકોને વધારે માહિતી નથી. આ એક એવા ફંડ તરીકે છે જેમાં તમામ ટેલિકોમ કંપનીઓને દર વર્ષે પોતાના લાભતી એક હિસ્સો સરકારની પાસે બનેલા ફંડમાં જમા કરવાની જરૂર હોય છે. વર્ષ ૨૦૦૨થી લઇને ૨૦૧૬ સુધી તેમાં ૬૮ હજાર કરોડ રૂપિયા જમા થઇ ચુક્યા છે. જે પૈકી માત્ર ૨૫ હજાર કરોડ રૂપિયા જ ખર્ચ કરી શકાયા છે.

Related posts

રાજસ્થાન ચૂંટણી : મોદી-શાહ દર મહિને પહોંચે તેવી તૈયારી

aapnugujarat

કર્ણાટક :૨૯મી એપ્રિલથી મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

दुर्घटनाग्रस्‍त विमान AN-32 में सवार सभी 13 लोगों की मौत : वायुसेना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1