Aapnu Gujarat
મનોરંજન

અજય દેવગનની ફિલ્મ રેડની કમાણી ૪૦ કરોડથી વધુ થઇ

બોલિવુડના લોકપ્રિય સ્ટાર અજય દેવગનની નવી ફિલ્મ રેડને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી રહી છે. આ ફિલ્મે શરૂઆતમાં જ ૪૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મ મોટી હિટ તરફ વધે તેવી શક્યતા છે. કારણ કે શરૂઆતના ત્રણ દિવસમાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં તે ઓફિસરની ભૂમિકામાં છે. આ રોલમાં તમામ લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેના ટિકાકારો પણ તેની પસંદગી કર્યા વગર રહી શક્યા નથી. દરેક દિવસની સાથે ફિલ્મની આવક વધી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રવિવારના દિવસે ફિલ્મની કમાણીમાં આશરે ૨૫ ટકાનો વધારો થયો હતો. રવિવારના દિવસે કારોબારમાં ૧૭ કરોડનો વધારો થયો હતો. શુક્રવાના દિવસે અને શનિવારના દિવસની તુલનામાં ફિલ્મે સારો કારોબાર કર્યો હતો. વિકેન્ડમાં પદ્માવતિ બાદ આ બીજી ફિલ્મ બની છે જે આટલી આવક પર પહોંચી છે. દેશના તમામ હિસ્સામાં ફિલ્મની આવક વધી છે. જો કે ઉત્તરપ્રદેશના આગરા, વારાણસી, કાનપુર અને અન્ય મોટા શહેરોમાં તેની આવક ૪૦થી ૫૦ ટકા સુધી વધી ગઇ છે. નિર્દેશક રાજ કુમાર ગુપ્તા દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મ રેડ વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે. જેમાં અજય દેવગન ઇનક્મ ટેક્સ ઓફિસરની ભૂમિકા અદા કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ મુખ્ય રોલમાં છે. જે તેની પત્નિના રોલમાં નજરે પડી રહી છે. બન્નેની કેમિસ્ટ્રી ખુબ લોકપ્રિય રહી છે. બન્ને અગાઉ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. બાદશાહો અને અન્ય ફિલ્મમાં પણ બન્ને સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મ સારી સફળતા મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે. અજય એક્શન સ્ટાર તરીકે વધુ લોકપ્રિય છે. ઇલિયાના પોતે અજયથી ખુબ પ્રભાવિત રહી છે.

Related posts

‘પદ્માવતી’ વિવાદઃ હોલિવુડ એક્ટ્રેસ રૂબી રોઝ પદ્માવતીના સમર્થનમાં

aapnugujarat

એક દિવસ એવો આવશે જ્યારે કાન્સ હિન્દુસ્તાનમાં હશે : Deepika Padukone

aapnugujarat

વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1