Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લિંગાયતને અલગ જ ધર્મની માન્યતાને આખરે લીલીઝંડી : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ધર્મગુરુઓની સાથે બેઠક યોજ્યા બાદ બહાલી આપી

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોટો નિર્ણય કર્યો છે. સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મ માટે દરજ્જો આપવાની માંગ સ્વીકારી લીધી છે. આની સાથે જ મોટી ચૂંટણી રમત પણ રમી દીધી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આની નિંદા કરીને સમાજને વિભાજિત કરવાની રણનીતિ રમવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આને મંજુરી આપીને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ધર્મગુરુઓ દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા આના પર મંજુરીની મહોર મારીને કોંગ્રેસે નાગમોહનદાસ સમિતિની ભલામણોને સ્વીકારી લેવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે લિંગાયત સમુદાયના ધર્મગુરુઓ સાથે મુખ્યમંત્રી સીદ્ધારમૈયાએ બેઠક યોજી હતી. આ લોકોએ ફરી એકવાર પોતાની માંગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. અલગ ધર્મ ઉપરાંત સમુદાયના લોકોએ લિંગાયતને લઘુમતિઓનો દરજ્જો આપવાની માંગ કરી હતી. ભાજપે આ નિર્ણયની ટિકા કરીને કહ્યું છે કે, કર્ણાટક સરકાર ધર્મને આધાર બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે. ભાજપના પ્રવક્તા માલવિકાએ આક્ષેપ કર્યો છે કે, સીદ્ધારમૈયા લાંબા સમયથી લિંગાયત સમુદાયને હિન્દુ ધર્મથી અલગ કરવાની માંગ કરી રહ્યા હતા. અલબત્ત આ મુદ્દા ઉપર અંતિમ નિર્ણય સંસદમાં લેવામાં આવશે. સીદ્ધારમૈયા આ નિર્ણય કરી શકવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું છે કે, કર્ણાટક સરકારના આ નિર્ણયથી તેમની ઇચ્છા શું છે તે જાણી શકાય છે. લિંગાયત સમુદાયના લોકો કર્ણાટકમાં ખુબ મોટી સંખ્યામાં છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોની સંખ્યા ૧૮ ટકાની આસપાસની છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પા પણ આ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આ સમુદાયના લોકો હજુ સુધી ભાજપની તરફેણમાં હતા પરંતુ કોંગ્રેસ સરકારના પગલાથી ભાજપ માટે રાજ્યમાં મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. સીદ્ધારમૈયા સરકારના આ પગલાને ખુબ મોટા રાજદ્વારી પગલા તરીકે ગણવામાં આવે છે. ૮૦ના દશકમાં લિંગાયત સમુદાયના લોકોએ રામકૃષ્ણ હેગડે ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે વખતે લોકોને લાગ્યુ હતું કે જનતા દળ સ્થિર સરકાર આપવાની સ્થિતિમાં નથી. ત્યારબાદ તેઓએ કોંગ્રેસના વિરેન્દ્ર પાટિલનું સમર્થન કર્યું હતું.
૧૯૮૯માં કોંગ્રેસની સરકાર બની હતી અને પાટીલ મુખઅયમંત્રી બન્યા હતા પરંતુ વિવાદના લીધે રાજીવ ગાંધીએ પાટીલને વિમાની મથક પર જ મુખ્યમંત્રી પદેથી દૂર કરી દીધા હતા. ત્યારબાદથી લિંગાયત સમુદાયના લોકો ક્યારે પણ કોંગ્રેસની સાથે રહ્યા નથી. હેગડેના અવસાન બાદ લિંગાયત સમુદાયના લોકો યેદીયુરપ્પાની સાથે રહ્યા હતા. ૨૦૦૮માં યેદીયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ ૨૦૧૩માં ભાજપ સાથે લોકોએ છેડો ફાડી લીધો હતો. આ વખતે યેદીયુરપ્પા ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. લિંગાયત સમુદાયમાં તેમની મજબૂત પકડ હોવા છતાં સીદ્ધારમૈયાએ નબળા થઇ રહેલા જનાધારને બચાવવા મોટો નિર્ણય લઇ લીધો છે.

Related posts

અંકુશરેખા ઉપર પાકનો ભીષણ ગોળીબાર : સ્થિતિ સ્ફોટક બની

aapnugujarat

भारत में २०१६ तक २७ करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं : संयुक्त राष्ट्र

aapnugujarat

ભારતને તોડવા માટે રાહુલ ગાંધી ઝીણાની ભૂમિકા નિભાવી રહ્યા છે : ગિરિરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1