Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હત્યાના આરોપીને ભાજપે પક્ષ પ્રમુખ બનાવ્યા : રાહુલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ૮૪માં મહાઅધિવેશનમાં આક્રમક સંબોધન કર્યું હતું. રાહુલે ભાજપ અને સંઘ ઉપર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપર પણ પ્રહાર કર્યા હતા. રાહુલે સંઘ અને ભાજપની સરખામણી કૌરવ સેના સાથે કરી હતી અને કોંગ્રેસની સરખામણી પાંડવો સાથે કરી હતી. રાહુલે કહ્યું હતું કે, એક બાજુ ભાજપ તાકાતના નશામાં સત્તાની લડાઈ લડી રહી છે બીજી બાજુ અમે વાસ્તવિકતાની લડાઈ લડી રહ્યા છીએ. રાહુલે બેંકિંગ કૌભાંડ, પરીક્ષા કૌભાંડ, ખેડૂતોની આત્મહત્યાના મુદ્દા ઉપર વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, ભાજપે એવા લોકોને પોતાના પાર્ટીના નેતા બનાવી દીધા છે જે હત્યાના આરોપી છે. પોતાના સંબોધનની શરૂઆત રાહુલે મહાભારતના દાખલા સાથે કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હજારો વર્ષ પહેલા એક મોટું યુદ્ધ થયું હતું. કુરુક્ષેત્રના યુદ્ધની વાત કરતા રાહુલે કહ્યું હતું કે, તેમાં કૌરવો શક્તિશાળી હતા. તાકાતના નશામાં હતા. પાંડવો ઉદાર હતા. વધારે વાત કરતા ન હતા. પાંચ ભાઈ હતા જે પાંચ ભાઈએ હાલમાં જ તમામ ચીજો ગુમાવી દીધી હતી. કૌરવની સરખામણી ભાજપ સાથે રાહુલે કરી હતી. નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી તમામ એક નામ છે. ક્રિકેટમાં સટ્ટાબાજીના આરોપી મોદીના પેટાનામ અને પીએમ મોદીના પેટા નામને લઇને પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, એક નિરવ મોદી છે જે સૌથી મોટી ચોરી કરી ચુક્યા છે. બીજા લલિત મોદી જે સૌથી મોટા ફિક્સિંગમાં આરોપી છે. મોદીનું નામ ભ્રષ્ટાચારનું પ્રતિક છે. મોદીએ મોદીને ૩૦૦૦ કરોડ રૂપિયા આપ્યા. બદલામાં મોદીએ મોદીને પૈસા આપ્યા હતા જેના લીધે મોદીએ ચૂંટણી લીધી હતી. લલિત મોદી, નિરવ મોદી દેશમાંથી ફરાર થવાના મુદ્દે રાહુલે વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા યુવાનોએ મોદી ઉપર વિશ્વાસ મુક્યો હતો. મોદીની ગાડીને ધક્કો લગાવી દીધો હતો. મોદીની ગાડીમાં એકાબાજુ નિરવ મોદી અને બીજી બાજુ લલિત મોદી હતા. મોદી યુવાનોને મુકીને આગળ નિકળી ગયા હતા. રાહુલે રાફેલ ડિલ ઉપર પ્રશ્નો ઉઠાવતા અમિત શાહના પુત્રની સંપત્તિને લઇને પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, હત્યાના આરોપીને ભાજપના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં આ પ્રકારની બાબતને સ્વીકારી શકાતી નથી. અમે ઉંડાણપૂર્વક સમજીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનની લડાઈ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ ભાજપ, સંઘ ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સાથે પોતાની પાર્ટીની ભુલો પણ સ્વીકારી હતી. રાહુલે પાર્ટી સંગઠનને એકમત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, અગાઉની સરકારના કેટલાક વર્ષમાં અમે દેશના લોકોની ભાવનાને સમજી શક્યા ન હતા જેની સજા અમને મળી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સિનિયર નેતાઓના માર્ગદર્શન હેઠળ આગળ વધવાની જરૂર છે. પારસ્પરિક લડાઈને ભુલી જઇને સાથે આવવા અને પાર્ટી માટે કામ કરવા રાહુલે કહ્યું હતું. રાહુલે ખેડૂતોના મુદ્દે પણ વાત કરી હતી. સંઘ ભેદભાવ આધારિત, મુસ્લિમ, આદિવાસી વિરોધી હોવાનો દાવો કર્યો હતો.

Related posts

आवास मंत्रालय की राज्यों को सलाह, महाराष्ट्र की तरह स्टांप शुल्क करें कम

editor

Advocate Darvesh Yadav murder case: SC refuses CBI probe

aapnugujarat

બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું

editor

Leave a Comment

UA-96247877-1