Aapnu Gujarat
રાષ્ટ્રીય

શરદ પવારની રાજ ઠાકરે સાથે બેઠકને લઇ ચર્ચા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ એનસીપીના વડા શરદ પવાર સાથે શુક્રવારના દિવસે બેઠક યોજ્યા બાદથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ બેઠક ૪૦ મિનિટ સુધી ચાલી હોવાના અહેવાલ મળ્યા છે. શરદ પવારના નેપિયન સીરોડ ખાતેના આવાસ ઉપર આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ ઠાકરેએ એમએનએસના ગુરીપડવા ઉત્સવમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. શિવાજી પાર્ક ખાતે આજે રવિવારના દિવસે આનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ ઠાકરેએ ઉપસ્થિતિ લોકોને સંબોધન કર્યું હતું. રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા ઇચ્છુ છે. રાજ ઠાકરે દ્વારા અત્યારથી જ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. એનસીપીમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, પવાર મરાઠા મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસરુપે રાજ ઠાકરેને લઇને ગંભીર રહી શકે છે. મુંબઈના મતદારો પર બંને પાર્ટીની નજર છે.

Related posts

સજાતિય સંબંધો બનાવવાની બાબત અંગત પસંદગી : પ્રસાદ

aapnugujarat

भारत ने पाकिस्तान को दिया एक और झटका, नहीं आयात करेगा प्याज

aapnugujarat

एनपीआर का शेड्यूल हुआ फाइनल तो विरोध का तरीका भी होगा तय : ओवैसी

editor

Leave a Comment

UA-96247877-1