Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં નકલી ઘી-તેલ બાદ હવે નકલી ટોનિક પણ બન્યું

રંગીલા રાજકોટમાં ક્રાઈમનો રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખૂનખરાબાની સાથે નકલી ખાદ્ય ખોરાક વેચાવાના કૌભાડો પણ સામે આવી રહ્યા છે. ત્યારે લોકોના હેલ્થ સાથે ચેડા થવાનો વધુ એક ખુલાસો થયો છે. રાજકોટમાં નકલી હેર ટોનિકનુ કારખાનુ ઝડપાયુ છે. નામાંકિત કંપની લિવોનના ડુપ્લિકેટ હેર ટોનિકનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટોનિકની ૧૪ લાખની કિંમતની ૨૧૫૦ બોટલ ઝડપી પાડી છે.રાજકોટમાં હવે હેર ટોનિકના કૌભાંડનો ખુલાસો થયો છે. જાણીતી કોસ્મેટિક કંપની લિવોનનો નકલી હેરટોનિક ઓઈલ બનાવવાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કંપનીના મુંબઈ સ્થિત એક્ઝિક્યુટિવને આ નકલી જથ્થા વિશે જાણ થઈ હતી. ત્યારે પોલીસે ભાવનગર રોડ પર શિવમ પાર્કના ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સના ઘરમાં ગુરુવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે નકલી હેરટોનિકનો ૧૬,૩૯,૭૫૦ રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે રેડ પાડતા એક જયસુખભાઈ પરમાર નામના શખ્સ ત્યાં હતા. જે આરોપી ધર્મેન્દ્રના પિતા હોવાનુ સામે આવ્યું હતું. આ મકાનના ઉપરના માળે અગાસી પર તપાસ કરતાં લિવોન હેર ગેઇન ટોનિક લખેલ પ્રવાહી ભરેલી ૨૧૫૦ નંગ બોટલો મળી આવી હતી. જેની એકની કિંમત રૂપિયા ૬૫૦ હતી. લિવોન હેર ટોનિકનું ડુપ્લીકેશન થતું હોવાનું ખુલતાં હાજર વૃધ્ધ જયસુખભાઇએ આ માલ તેનો દિકરો ધર્મેન્દ્ર ઉર્ફ મુનો બનાવતો કહેતાં કોપીરાઇટનો ગુનો નોંધી રૂ. ૧૬,૩૯,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. રેડમાં ધર્મેન્દ્ર પરમાર પકડાયો ન હતો.

Related posts

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગીર-સોમનાથ જિલ્લાની લીધી મુલાકાત

editor

उत्तर गुजरात और सौराष्ट्र के बाढ़ग्रस्त इलाकों में बिमारियां नहीं फैले इसके लिए तंत्र तैयार

aapnugujarat

વિજાપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન

editor

Leave a Comment

UA-96247877-1