Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ડી ગો અને ગો એર ૬૩૦ ફ્લાઇટ કેન્સલ કરવા તૈયાર

ઇન્ડી ગો અને ગો એર આ મહિનામાં જ ૬૩૦ ફ્લાઇટો કેન્સલ કરનાર છે. બન્ને એરલાઇન દ્વારા તેમના કાર્યક્રમમાં મુકવામાં આવેલા કાપ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને સુપ્રત કરવામાં આવેલા રિપોર્ટમાં બન્ને દ્વારા આ મુજબની માહિતી આપી દેવામાં આવી છે. ઇન્ડી ગો દ્વારા ૪૮૮ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જ્યારે ગો એર દ્વારા ૧૩૮ ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. તેમની સંબંધિત વેટસાઇટ પર એરલાઇન્સ દ્વારા રદ કરવામાં આવેલી ફ્લાઇટ અંગે માહિતી આપી દેવામાં આવી છે. બન્ને એરલાઇન્સે કહ્યુ છે કે વૈકલ્પિક ફ્લાઇટ અને રિફંડની પસંદગી યાત્રીઓને આપવામા ંઆવનાર છે. જાન્યુઆરીમાં બન્ને એરલાઇન્સ માટે નોંધાયેલા પેસેન્જર લોડ ફેક્ટરને ધ્યાનમાં લઇને જોવામાં આવે તો ફ્લાઇટ રદ કરવામાં આવતા એક લાખ યાત્રીઓને માઠી અસર થઇ શકે છે. કેન્સેલેશનની અસર આગામી મહિનામાં વધારે જોવા મળી શકે છે. એ વખતે એરલાઇન સમરની શરૂઆત થનાર છે. યુરોપિયન અને ઇન્ડિયન એવિએશન રેગ્યુલેટર્સ દ્વારા પ્રાટ એન્ડ વિટ્‌ની ૧૧૦૦ એન્જિનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. ઇન્ડી ગો દ્વારા ૧૧ વિમાનોની સેવા હાલમાં બંધ કરવામાં આવી છે. જ્યારે ગો એર દ્વારા ત્રણ વિમાનોની સેવા બંધ કરવામાં આવી ચુકી છે. ઇન્ડી ગો દ્વારા ચોક્કસ ગાળામાં ૩૬ ડેલી ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. ગો એરે સાત ડેલી ફ્લાઇટને રદ કરી દીધી છે.એન્જિનની સુરક્ષાને લઇને હાલમાં કેટલાક પ્રશ્નો ઉઠી ચુક્યા છે. એપ્રિલ મહિનામાં પિક પ્રવાસ સિઝનની શરૂઆત થનાર છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ થવાના પરિણામ સ્વરુપે ઇન્ડિગોને સીધી અસર થઇ શકે છે. સપ્લાયમાં ઘટાડો થવાના લીધે આની અસર રહેશે. બંને એરલાઈન્સો સાથે મળીને દરરોજ ૧૨૦૦ ફ્લાઇટો ઓપરેટ કરે છે અને સ્થાનિક પેસેન્જરો પૈકી ૫૦ ટકા પેસેન્જરોને એક જગ્યાએથી બીજી જગ્યા લઇને જાય છે. યુરોપિયન અને ભારતીય ઉડ્ડયન રેગ્યુલેટર દ્વારા એન્જિનને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ બંને એરલાઈન્સો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિગો દ્વારા ૧૫મી અને ૩૧મી માર્ચ વચ્ચે ૪૮૮ ફ્લાઇટો રદ કરવામાં આવનાર છે જ્યારે ગો એર દ્વારા ૧૫મી અને ૨૨મી માર્ચ વચ્ચે ૧૩૮ ફ્લાઇટો રદ કરવામાં આવનાર છે. ઇન્ડિગોની કેન્સલ કરવામાં આવેલી ફ્લાઇટોમાં ૧૫મી માર્ચ અને ૨૧મી માર્ચ વચ્ચેની દરરોજની ફ્લાઇટો ૩૬ સામેલ છે. આ ઉપરાંત ૨૨મી અને ૨૪મી વચ્ચે ૧૮ ફ્લાઇટો રદ કરવામાં આવી છે જ્યારે ૨૫મી અને ૩૧મી માર્ચ વચ્ચે ૧૬ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ગો એર દ્વારા સાત ફ્લાઇટો દરરોજની રદ કરાઈ છે.

Related posts

ઉનાળામાં આઇસક્રીમની કિંમતોમાં થશે વધારો

aapnugujarat

भू-माफिया की लिस्ट में शामिल हो सकते हैं आजम

aapnugujarat

ગુરેજમાં મેજર સહિત ત્રણ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1