Aapnu Gujarat
રમતગમત

સાઉથ આફ્રિકામાં કોહલીનું વર્તન જોકર જેવું હતુંઃ પૌલ હેરિસ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્પિનર પૌલ હેરિસે ઝડપી બોલર કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની સ્ટિવ સ્મિથ વચ્ચે થયેલા વિવાદમાં વિરાટ કોહલીનું જોડ્યું છે. હેરિસનું કહેવું છે કે ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન કોહલીએ જોકર જેવું વર્તન કર્યું હતું તેમ છતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ભારતીય સુકાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.રબાડા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે સાઉથ આફ્રિકા માટે ૩૭ ટેસ્ટ મેચ રમનારા હેરિસે ટિ્‌વટ કર્યું હતું કે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મેં જોયું હતું કે ત્રણેય ટેસ્ટમાં વિરાટ કોહલીનું વર્તન જોકર જેવું હતું. મને લાગે છે કે આઈસીસીને કાગિસો રબાડા પ્રત્યે કે પછી સાઉથ આફ્રિકા સામે કોઈ વાંધો છે.રબાડા અને સ્મિથ વચ્ચેની ઘટના બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ દાવની ૫૨મી ઓવરમાં થઈ હતી. સ્લિપ તરફ દોડતા રડાબાનો ખભો ઓસ્ટ્રેલિયન સુકાની સ્ટિવ સ્મિથ સાથે ટકરાયો હતો. જેને આઈસીસીની આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવે છે. રબાડાના ખાતામાં છેલ્લા ૨૪ મહિનામાં આઠ ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા છે. નિયમો અનુસાર તે બે ટેસ્ટ મેચ માટે પ્રતિબંધિત થઈ ગયો છે.હેરિસે આઈસીસીના નિયમોની અવગણના બાદ કાગિસો રબાડા પર લગાવવામાં આવેલા બે ટેસ્ટ મેચના પ્રતિબંધ અંગે આ વાત કરી હતી. આરોપ માનવાની ના પાડ્યા બાદ અનુશાસનાત્મક સુનાવણીમાં તેના પર મેચ ફીના ૫૦ ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્રણ ડિમેરેટિ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. જેના કારણે તેના કુલ આઠ ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા. જોકે, રબાડાએ બીજી ટેસ્ટ બાદ જણાવ્યું હતું કે મારે મારી જાતને આવું વર્તન કરતા રોકવી પડશે. મેં મારા વર્તનથી ટીમ અને મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે.

Related posts

न्यूजीलैंड 27 नवंबर से वेस्टइंडीज के खिलाफ शुरू करेगी घरेलू सत्र

editor

૨૦૧૮માં વર્લ્ડ ટ્‌વેન્ટી-૨૦ સ્પર્ધા નહીં યોજવાનો નિર્ણય

aapnugujarat

महिला फुटबाल : अमेरिका ने लगातार चौथी बार जीता विश्व कप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1