Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અવકાશમાં ચીનનું સ્પેશ સ્ટેશન ખોટવાયુ : ૮ હજાર કિલોનો કાટમાળ ધરતી ઉ૫ર ખાબકશે

ચીનના એક સ્પેસ સ્ટેશને કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે કહેવામાં આવે છે કે એપ્રિલમાં આ ચીની સ્પેસ સ્ટેશન પોતાની ભ્રમણકક્ષામાંથી નીકળીને ધરતી પર ખાબકશે. જ્યારેથી આ અહેવાલ સામે આવ્યા છે. ત્યારથી લોકોમાં દહેશત પેદા થવી સામાન્ય વાત છે. ડર એ વાતનો પણ છે કે ધરતી પર ખાબકનારું આઠ હજાર કિલોગ્રામનું ધાતુથી બનેલું સ્પેસ સ્ટેશન પૃથ્વીના ક્યાં હિસ્સાને તબાહ કરશે. ડર એ વાતનો પણ છે કે ભારત પણ ખતરાના નિશાનમાંથી બાકાત નથી.ચીનના સ્પેસ સ્ટેશન ટિયેંગૉગ-૧ને ૨૯ સપ્ટેમ્બર-૨૦૧૧ના રોજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. ૧૮ હજાર પાઉન્ડ એટલે કે લગભગ આઠ હજાર કિલોગ્રામનું આ સ્પેસ સ્ટેશન ચીનનું પહેલું પ્રોટોટાઈપ સ્પેસ સ્ટેશન છે. મંડેરિન ભાષામાં ટિયેંગૉગનો અર્થ થાય છે સ્વર્ગનો મહેલ. એટલે કે જ્યારે ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ટિયેંગૉગ-૧નું લોન્ચિંગ કર્યું હતું. તેને મહેલ જેવું બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ સ્પેસ સ્ટેશને ૨૦૧૩માં જ પોતાની ભ્રમણ કક્ષા છોડવાની શરૂઆત કરી દીધી હતી. ચીનના વૈજ્ઞાનિકોએ નાસાની મદદ લીધી અને સ્પેસ સ્ટેશનને પાછું ઓર્બિટમાં સ્થાપિત કરવાની કોશિશ કરી હતી. પરંતુ ૨૦૧૬માં આખરે વૈજ્ઞાનિકોએ માની લીધું હતું કે સ્પેસ સ્ટેશન પોતાના માર્ગમાંથી ભટકી ચુક્યું છે અને તેને ફરીથી યોગ્ય કક્ષામાં સ્થાપિત કરવું શક્યન થી. ૨૦૧૮ના જાન્યુઆરીમાં કહેવામાં આવ્યું કે આ ચીની સ્પેસ સ્ટેશન ધરતી પર થોડાક દિવોસોની અંદર ખાબકશે.
વૈજ્ઞાનિકો હજી સુધી નક્કી કરી શક્યા નથી કે આ સ્પેસ સ્ટેશનના અવશેષ ક્યાં ઠેકાણે પડશે. તેની સાથે એપ્રિલની કઈ તારીખે સ્પેસ સ્ટેશનના ટુકડા આકાશમાંથી પડશે. વૈજ્ઞાનિકોને હાલ એટલી જ જાણકારી છે કે આ ટુકડા ૪૩ ડિગ્રી પૂર્વ લેટિટ્યૂડથી ૪૩ ડિગ્રી દક્ષિણી લેટિટ્યૂડની વચ્ચે ખાબકશે. નાસા દ્વારા રિલિઝ કરવામાં આવેલા નક્શા પ્રમાણે દુનિયાના મધ્ય અને દક્ષિણ ભાગમાં આ સ્પેસ સ્ટેશનના ખાબકવાની સંભાવના છે. નાસાના નક્શા પ્રમાણે દુનિયાના નક્શામાં રહેલી કાળી પટ્ટીવાળા સ્થાનમાં આ સ્પેસ સ્ટેશનના અવશેષ પડવાની સૌથી વધુ સંભાવના છે. તો આ બંને કાળી પટ્ટીઓના વચ્ચેના ભાગમાં ઓછો તો ઓછો પણ ખતરો તો તોળાઈ જ રહ્યો છે.

Related posts

પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને

editor

Russia agrees with Saudi Arabia to extend by 6 to 9 months deal with OPEC : Putin

aapnugujarat

UN rejects Pakistan’s request for mediation on Kashmir, says-no change in our stand

aapnugujarat

Leave a Comment

UA-96247877-1