Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને

પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીનો માર વધતો જઈ રહ્યો છે. હાલત એ છે કે, હવે ઘઉંની કિંમત આકાશને સ્પર્શી રહી છે અને ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી દીધા છે. પાકિસ્તાનમાં હાલ ઘઉંના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે રેટ છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર તરફથી તમામ પ્રયાસો બાદ પણ કિંમત ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલો નીચે આવી રહી નથી.
પાકિસ્તાની મીડિયામાં ખબરો અનુસાર, છેલ્લા વર્ષે ડિસેમબ્રમાં પણ આવી જ પરિસ્થિતિ હતી, જ્યારે ઘઉંને લઈને અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. અને હવે ફરીથી આ વર્ષે ઓક્ટોબરમાં પણ તેવી જ પરિસ્થિત છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ડિસેમ્બર સુધીમાં હાલત વધારે બગડી શકે છે. કિંમતમાં વધારો થતાં પાકિસ્તાનમાં અનાજ એસોસિયેશને સરકારને અપીલ કરી છે કે, તેઓને ફંડ આપવામાં આવે, જેથી સમય પર પાક થઈ શકે અને કિંમતોમાં ઘટાડો આવી શકે. જો કે દેવાળિયા પાકિસ્તાનની ઈમરાન સરકારે કોઈપણ ફંડ આપવાનો હજુ સુધી નિર્ણય કર્યો નથી.
હવે પાકિસ્તાન તરફથી રશિયાથી ઘઉં ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યા છે. રશિયાથી આવેલ અનાજ આ મહિને લગભગ ૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી જશે. પાકિસ્તાનમાં હવે ઈમરાન ખાનને પ્રસ્તાવ મોકલવામાં આવશે કે રોટલીની જેમ ઘઉં, ખાંડની કિંમતો ફિક્સ કરવામાં આવે. બીજી બાજુ પાકિસ્તાનમાં બીજને લઈને પણ મારામારી મચી છે.

Related posts

સાઉદી અરબને તેલ-ગેસના બે નવા ભંડાર મળ્યા

editor

अफगानिस्तान में 6 सुरक्षाकर्मियों की मौत, 35 आतंकी ढेर

aapnugujarat

અમેરિકામાં ૨૦૨૧માં ૩૫ લાખ મહિલાઓએ બંદૂક ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1