Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાના સ્પષ્ટ સંકેત

દેશના ૧૬ રાજ્યોમાં ૫૮ રાજ્યસભા સીટ માટે થનારી ચૂંટણીને લઇને તમામ પક્ષો તૈયારીમાં લાગેલા છે. આ ચૂંટણી સત્તારૂઢ એનડીએ માટે ખુબ મહત્વપૂર્ણ છે. સંસદના ઉપરી ગૃહમાં સંખ્યાબળમાં વિપક્ષથી કમજોર હોવાના કારણે તે પરેશાન છે. હાલમાં વિપક્ષ કરતા કમજોર એનડીએની સ્થિતી આ ચૂંટણી બાદ મજબુત થશે પરંતુ હજુ તે બહુમતિના આંકડાથી દુર રહેશે. કમજોર સંખ્યાબળના કારણે રાજ્યસભામાં કેટલીક વખત મહત્વપૂર્ણ બિલ પાસ થઇ શક્યા નથી. એનડીએ આ ચૂંટણીને લઇને આશાવાદી છે. ૨૩મી માર્ચના દિવસે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપે આ ચૂંટણીને લઇને પોતાના ૨૬ ઉમેદવારો જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણજેટલી સહિત આઠ નામોની જાહેરાત કરવામાં આવી હતી. રવિવારના દિવસે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ૧૮ નામ હતા. આ રીતે ભાજપે ચૂંટણીમાં હજુ સુધી ૨૬ સીટો જીતી શકે છે. અત્રે નોંધનીય છે કે રાજ્યસભામાં કુલ સંખ્યાબળ ૨૫૦નુ છે. જેમાં બહુમતિનો આંકડો ૧૨૬ સીટનો રહ્યો છે. રાજ્યસભામાં હાલમાં સભ્યોની સંખ્યા ૨૩૯ છે. જો ભાજપ અને તેના સાથી પક્ષો આશા મુજબ ચૂંટણી જીતે છે તો ેની સંખ્યા ૧૦૦ની આસપાસ પહોંચી શકે છે. આવી સ્થિતીમાં પણ તે બહુમતિના આંકડાથી થોડાક પાછળ રહી જશે. ત્રિપુરામાં ઐતિહાસિક ચૂંટણીમાં જીત બાદ ભાજપે રાજ્યસભા માટે જોરદાર તૈયારી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પાર્ટીની સ્થિતી રાજ્યસભામાં મજબુત કરવા માટે ઇચ્છુક છે. ત્રિપુરામાં જીત બાદ સત્તામાં પહોંચેલી ભાજપને હજુ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા સુધી કુલ ૬૧ સીટો ઉપર ચૂંટણી લડવાની જરૂર છે. આમાથી ચાર નોમિનેટેડ સીટોનો સમાવેશ થાય છે. આ ૬૧ સીટો પૈકી ભાજપની પાસે ૧૭ સીટો છે. ૨૩મી માર્ચના દિવસે યોજાનાર ચૂંટણીમાં સત્તારુઢ પાર્ટીને સીટોના મામલામાં ખુભ ફાયદો થનાર છે. નંબરની વાત કરવામાં આવે તો ભાજપ અને તેના સાથી પક્ષો વર્તમાન ચૂંટણી અડધી સીટો જીતી શકે છે. ભાજપે રવિવારના દિવસે પાર્ટીમાં ફરી સામેલ થયેલા કિરોડીલાલ મીણાને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ રાજસ્થાનમાં જાતિ ગણિતને પોતાની તરફ કરવા માટે મદનલાલ સૈનીને પણ રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મીણા પૂર્વીય રાજસ્થાનના પોતાની જાતિના શક્તિશાળી નેતા છે. આ ક્ષેત્રની ૨૫થી ૩૦ સીટો ઉપર તેમનું પ્રભુત્વ રહેલું છે. સૈની શેખાવતી ક્ષેત્રમાંથી આવે છે. માળી જાતિ સાથે પણ સંબંધ છે. અશોક ગહેલોત પણ આ જ જાતિ સાથે જોડાયેલા છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને સૌથી વધારે નુકસાન થયું છે. ભાજપને સૌથી વધારે ફાયદો થઇ રહ્યો છે. યુપીમાંથી ભાજપને સૌથી વધુ ફાયદો થનાર છે. અહીંથી સાત સીટો જીતી શકે છે. હજુ સુધી તેની પાસે છ સાંસદ હતા. રાજ્યમાં ૪૦૩ ધારાસભ્યો પૈકી સપાની પાસે ૪૭ સભ્યો છે. બસપની પાસે પણ ગણતરીના સભ્યો છે. કોંગ્રેસ પાસે સાત ધારાસભ્યો છે. પૂર્વ રાજ્યોની ૫૮ રાજ્યસભા સીટ માટે ૨૩મી માર્ચના દિવસે મતદાન યોજાનાર છે. અરજી દાખલ કરવાની આજે અંતિમ તારીખ હતી.

Related posts

ડીએમકે નેતા કાનીમોઝીના આવાસ ઉપર દરોડા

aapnugujarat

तमिलनाडु में जीएसटी के विरोध में होटल, रेस्तरां बंद

aapnugujarat

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1