Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય સીમાની સુરક્ષા મામલે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

ભારતીય સીમાની સુરક્ષા મામલે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારતીય સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક કે કે શર્માએ કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સીમા પર આગામી ત્રણથી પાંચ વર્ષમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી સજ્જ કરી દેવામાં આવશે. કે કે શર્માએ જણાવ્યું હતું કે બીએસએફની યોજના ભારત-બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરમાં કોમ્પ્રિહેન્સિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) લગાવવાની છે. જો કે દુર્ગમ હોવાના લીધે જે વિસ્તારોમાં વાડ લગાવવાનું શક્ય નથી, ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે અને આ સાથે જ સીમા પર ઘૂસણખોરી અને તસ્કરી રોકવામાં મદદ પણ મળશે.બોર્ડર પર ટેક્નોલોજીના રૂપમાં નજર રાખવા માટે ઘણા પ્રકારના ગેજેટ્‌સ અને ટેક્નોલોજી એકીકૃત રૂપ ‘સીઆઇબીએમએસ’ છે. બોર્ડરની ચોકીઓ પર મોનિટર લગાવવામાં આવશે અને તેનાથી બીએસએફ કર્મીઓને બોર્ડરની પાસે આવેલા વિસ્તારોની દરેક ગતિવિધિઓની જાણકારી મળતી રહેશે.આ સાથે જ અધિકારીએ જણાવ્યું હતું કે, ખતરાની સ્થિતિમાં બીએસએફ ઝડપથી પ્રતિક્રિયા આપીને સ્થિતિ પર કાબૂ મેળવી લેશે. તેમણે સાથે જ જણાવ્યું કે, હાલમાં સીઆઇબીએમએસ પ્રોજેક્ટ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને અડીને આવેલા ભારતના સંવેદનશીલ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે. અમારી યોજના આ પ્રોજેક્ટને આગામી ત્રણ-પાંચ વર્ષોમાં લાગુ કરવાનો છે. જેના માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.હાલમાં સીઆઇબીએમએસના પાયલોટ પ્રોજેક્ટ અત્યાર જમ્મુમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ કિલોમીટરના લાંબા ક્ષેત્ર અને આસામના ઘુબરીમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ચાલી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ બોર્ડરના વાડવાળા વિસ્તારોમાં વાડ લગાવવાની યોજના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શર્માએ કહ્યું કે, તે ક્ષેત્રોમાં વાડ લગાવવામાં આવશે, જ્યાં અમે વાડ લગાવી શકીએ છીએ. દુર્ગમ હોવાના કારણે જે વિસ્તારોમાં અમે વાડ લગાવી ન શકીએ. ત્યાં સીઆઇબીએમએસ લગાવવામાં આવશે.

Related posts

શનિવાર સિવાય ગુરુવારથી સોમવાર સુધી બેંકો બંધ હશે

aapnugujarat

કોરોના કહેર વધતા ભારત એલર્ટ : વેક્સિન નિકાસને અટકાવી

editor

बाबा रामदेव ने लॉन्च की कोरोना की दवा ‘कोरोनिल’

editor

Leave a Comment

UA-96247877-1