Aapnu Gujarat
ગુજરાત

પ.પૂ.શ્રી જગદીશાનંદજીની ૬૫મી વર્ષગાંઠ નિમિતે નવો રેકોર્ડ : ૧૦૦૮ કિલોની અવધૂતી ખીચડી તૈયાર થઈ

પરમપૂજય શ્રી રંગઅવધૂત મહારાજના શિષ્ય શ્રી જગદીશાનંદજી મહારાજની ૬૫ મી વર્ષગાંઠ નિમિતે આજે શ્રી રંગઅવધૂત દરબાર,કપડવંજ અને શ્રી રંગઅવધૂત યુવાશકિત ગ્રુપ, ચાણકયપુરી,અમદાવાદ દ્વારા શહેરના સોલા ભાગવત ખાતે ૧૦૦૮ કિલો અવધૂતી ખીચડી બનાવવાનો વર્લ્ડરેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પાવન સોલંકીના હસ્તે શ્રી જગદીશાનંદજી મહારાજને વિશ્વવિક્રમ અંગેનું અધિકૃત પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્લ્ડરેકોર્ડ બાદ ખાસ તૈયાર કરાયેલી ૧૦૦૮ કિલોની અવધૂતી ખીચડી આ પ્રસંગે ઉમટેલા ચાર હજારથી વધુ શ્રધ્ધાળુ ભકતોને પ્રસાદીરૂપે અર્પણ કરવામાં આવી હતી. પરમપૂજય શ્રી રંગઅવધૂત મહારાજના શિષ્ય શ્રી જગદીશાનંદજી મહારાજની ૬૫ મી વર્ષગાંઠ નિમિતે આજે સોલા ભાગવત ખાતે પ.પૂ.જગદીશાનંદજી-રંગબાળનો તનયા હૃદયોત્સવ(પ્રેમ મહોત્સવ)નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાર હજારથી શ્રી રંગઅવધૂતર પરિવાર સાથે જોડાયેલા ચાર હજારથી વધુ શ્રધ્ધાળુ-ભકતો હાજર રહ્યા હતા. પ.પૂ.જગદીશાનંદજીની વર્ષગાંઠ નિમિતે આજે તેમના ભકતો દ્વારા ૧૦૦૮ કિલોની ખાસ અવધૂતી ખીચડી બનાવીને અનોખો વિશ્વવિક્રમ કરી દેવાયો હતો. જેમાં ૨૦ જેટલા સેવક રસોઇયાએ પણ ભારે મહેનત કરી હતી. આ સાથે જ અગાઉનો ૯૧૨ કિલો ખીચડીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો હતો, ત્યારે શ્રધ્ધાળુ ભકતોએ પરમપૂજય શ્રી રંગઅવધૂત મહારાજના આશીર્વાદ સાથે ઉજવણી કરી હતી. આજના વર્લ્ડરેકોર્ડને ધ્યાને લઇ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. તેના પ્રમુખ પાવન સોલંકીના હસ્તે શ્રી જગદીશાનંદજી મહારાજને વિશ્વવિક્રમ અંગેનું અધિકૃત પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં ખાસ પ્રકારે તૈયાર કરાયેલી અવધૂતી ખીચડીનું ઉમટેલા શ્રધ્ધાળુઓમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. આજની ઉજવણી દરમ્યાનિ સાંસ્કૃતિક કાર્યક્રમો , ભકિતગાન, સંગીત સહિતના ભકિતસભર કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન પ.પ. વિશ્વનાથ અવધૂતજી (અવધૂત આશ્રમ, રાંદેર-સુરત) અને પ.પૂ.શ્રી જગદીશાનંદજી (રંગબાળ)એ શ્રધ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા. આજના કાર્યક્રમ દરમ્યાન મેનેજીંગ ટ્રસ્ટી(નારેશ્વર) ધીરૂભાઇ જોષી, યોગેશભાઇ વ્યાસ, સોલા ભાગવતના શ્રી ભાગવતઋષિજી, તપસ્વી મહારાજ, પ્રદિપ્તા નંદજી અનએ દશરથભાઇ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Temperature in Gujarat to rise in upcoming days : IMD

editor

ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર તથા સાહિત્યકારને આંતરરાષ્ટ્રીય સેવા રત્ન પુરસ્કાર

editor

વાહનચોરી અને ઘરફોડ ચોરીના ગુના આચરતી ગેંગ આવી સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં.!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1