Aapnu Gujarat
ગુજરાત

શિસ્ત વિકાસવા માટેનું કાર્ય સ્કાઉટ ગાઈડ કરે છે : નીતિન પટેલ

માણસા ખાતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘની રાજ્ય રેલી કાર્યક્રમના સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિ, સેવાભાવના અને શિસ્તના ગુણો વધુ બલવતર બનશે તેનો સીધો ફાયદો રાજ્ય અને દેશને થશે. સ્કાઉટ ગાઈડ સંઘ યુવાઓમાં સુસંસ્કારો અને સારા વિચારો સાથે સેવાભાવનાના વિકાસ માટે કાર્ય કરે છે. યુવાનોમાં નેતૃત્વ શક્તિના ગુણોનો વિકાસ થશે તો જ દેશ વધુ સમૃધ્ધ બનશે. તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે યોજાયેલ છાવણી નિરીક્ષણ, ફીઝીકલ ડિસપ્લે, કેમ્પ ફાયર અને ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિવિધ જિલ્લાના સ્કાઉટ અને ગાઈડના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્કાઉટ અને ગાઇડ બન્ને વિભાગમાં ભાવનગર જિલ્લાએ પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શિલ્ડ આપીને સન્માન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો માણસા ખાતે પ્રારંભ કરાવી બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવ્યા હતા અને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૭ ગુજરાત પોલિયો મુક્ત બન્યું છે. આજ દિન સુધી એક પણ પોલિયોનો કેસ નોંધાયો નથી. સમગ્ર રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાન હેઠળ ૯૦ લાખ બાળકોને પોલિયાના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે. આ પ્રસંગે મહેસાણાના સાસંદ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, કેપડકરોને પગથિયાની તાકાત આ સંઘ દ્વારા અપાય છે. બાળકોમાં હિંમત અને લક્ષ્ય હાંસલ કરવાની પ્રરેણા સ્કાઉટ ગાઇડ સંઘની વિવિધ પ્રવૃત્તિઓમાંથી મળે છે. ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ અન્ય વ્યવસ્થાતાના કારણે આવેલ નો હોય આ કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે માણસાના પૂર્વ ધારાસભ્ય અમીતભાઈ ચૌધરી બાળ આયોગના ચેરમેન જાગૃત્તિબેન પંડ્યાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સ્કાઉટ ગાઈડચના બાળકોએ ૩૫૨ મીટરનો રાષ્ટ્ર ધ્વજનું નિર્દશન કરીને લીમ્કા બુક ઓફ રેકોર્ડ માટે પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય રેલીના કો-ઓડિનેટર દિનેશભાઈ વ્યાસ, માનદૂ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતા, રાજ્ય મુખ્ય કમિશનર જનાર્દન પંડ્યાએ સ્કાઉટ-ગાઈડની પ્રવૃત્તિઓ અંગે પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે વિવિધ જિલ્લાના એક હજાર બાળકોએ ચાર દિવસ યોજાયેલ રાજ્ય રેલીના વિવિધ કાર્યક્રમોના ભાગ લીધો હતો.

Related posts

આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કર્યો

aapnugujarat

अहमदाबाद में कीलर स्वाइन फ्लू से और ४ की मौत : ५८ नए केस

aapnugujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1