Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા માત્ર છ દિવસમાં ૬,૦૦૦ કરોડ પાછા ખેંચાયા

વિદેશી રોકાણકારોએ આ મહિનાના પ્રથમ છ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી જંગી નાણાં પાછા ખેંચી લીધા છે.માર્ચ મહિનાના માત્ર છ કારોબારી દિવસોમાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય મુડી માર્કેટમાંથી આશરે ૬૦૦૦ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. પહેલી માર્ચથી નવમી માર્ચ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી વિદેશી મૂડીરોકાણકારો ૨૪૧૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૩૪૭૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ કુલ પાછા ખેંચી લેવામાં આવેલા નાણાનો આંકડો ૫૮૮૩ કરોડ રહ્યો છે. ડિપોઝિટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ગયા મહિનામાં ૧૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ભારતીય મૂડી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાનો સિલસિલો અવિરતપણે જારી રહ્યો છે. કારણ કે, અમેરિકી ડોલર માટેની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. ફેડરલ રેટમાં વધારો થવાની અપેક્ષા વચ્ચે ડોલરની માંગ વધી રહી છે. એફપીઆઈ દ્વારા વિકસતા અર્થતંત્રમાં રોકાણ કરવા ભારતમાંથી ફંડ પરત ખેંચવામાં આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઈ માટે વૈશ્વિક અને સ્થાનિક મોરચે સારા સમાચાર રહ્યા નથી. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આના કારણે શેરબજારમાં મોટો ફટકો પડ્યો હતો. એફપીઆઈ પાસેથી પણ ફટકો પડવાની શરૂઆત થઇ હતી. મોડેથી વૈશ્વિક વેચવાલીના કારણે પણ શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડીના દોર વચ્ચે પીએનબી ફ્રોડ અને અન્ય કેટલાક છેતરપિંડીના મામલા સપાટી ઉપર આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો પણ હચમચી ઉઠ્યા હતા. ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્થિતિમાં સુધારો થાય તે પહેલા વૈશ્વિક વેચવાલી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમને લઇને કેટલાક નવા પગલા જાહેર કરી દીધા હતા. આ પ્રકારની સ્થિતિમાં ભારત જેવા ઉભરતા માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત થઇ હતી. વિકસિત માર્કેટોમાં નાણા રોકવાની શરૂઆત થઇ હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ શેરબજાર અને ભારતીય બજારોની સ્થિતિ વધારે વણસી હતી. આનાથી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સાથે સાથે વિદેશી મૂડીરોકાણકારોએ પણ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું હતું. દેશના ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. ફાઈનાન્સિયલ માર્કેટમાં તીવ્ર મંદી વચ્ચે ભારતીય બજાર પણ હચમચી ઉઠ્યું છે. હાલમાં જ આરબીઆઈ દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં તમામ ચાવીરુપ રેટ યથાવત રખાયા હતા.

Related posts

આવનારા નાણાકીય વર્ષમાં આઇટી સેકટરમાં જોબ વધશેઃ નેસ્કોમ

aapnugujarat

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

સેંસેક્સ ૭૩૨, નિફ્ટી ૨૩૮ પોઈન્ટ સુધર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1