Aapnu Gujarat
ગુજરાત

દાહોદમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીઓનો નિકાલ થયો : જયેશ રાદડીયા

કુટીર ઉદ્યોગ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં દાહોદ જિલ્લામાં તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ બે વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીઓના નિકાલના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં ૮૬૧૨ અરજીઓ આવી હતી અને તેનો નિકાલ કરી બેન્કોને ભલામણ અર્થે મોકલી આપવામાં આવી છે. નામંજૂર કરવામાં આવતી અરજીઓના કારણોની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે ઉમર ઓછી હોય, પૂરી માહિતી ન હોય, અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ હોય જેવા અનેક કારણોસર નામંજૂર કરવામાં આવે છે.

Related posts

અમદાવાદમાં યુવકને છરીના ઘા મારી પતાવી દેવાયો

aapnugujarat

ગુનાની દુનિયાના જય-વીરૂ પકડાયા

editor

વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ 15-થોરીથાંભા બેઠક ની પેટાચૂંટણી યોજાઇ, કુલ 68%  મતદાન નોંધાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1