Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી ફ્રોડ : જ્વેલર્સ સામે હવે જરૂરી મૂડીની કટોકટી સર્જાઈ

પીએનબી કૌભાંડ બાદ જ્વેલર્સ સામે વર્કિંગ કેપિટલ કટોકટી સર્જાઈ ગઈ છે. કારણ કે બેંકો દ્વારા લોનની પ્રક્રિયાને વધુ કઠોર બનાવી દેવામાં આવી છે. જ્વેલર્સને ઝડપથી જરૂરી મૂડી મળી રહી નથી. બેંકો અને ધિરાણ આપનાર અન્ય સંસ્થાઓએ લોનની મંજુરી આપનાર સ્ટાફની સંખ્યામાં વધારો કરી દીધો છે. ફંડ આધારિત સહાયતા અને એલસી ખોલવા માટેની બાબત મુશ્કેલરુપ બનાવી દીધી છે. આ તમામના પરિણામ સ્વરુપે નિકાસના ઓર્ડરો ઉપર માઠી અસર થઇ રહી છે. ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ અને રિટેલરો દ્વારા વર્કિંગ કેપિટલ કટોકટી હોવાની કબૂલાત કરી છે. બેંક અધિકારીઓ દ્વારા લોન મંજુર કરતા પહેલા વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઘણા બધા કાગળો માંગવામાં આવી રહ્યા છે. ઘણી પ્રક્રિયામાંથી જ્વેલર્સને નિકળવાની ફરજ પડી રહી છે. કઠોર ચકાસણી થઇ રહી છે. ૧૧૫ અબજના પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને નિરવ મોદી તથા ગીતાંજલિ જેમ્સ કૌભાંડ સપાટી પર આવ્યા બાદથી જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. બે સપ્તાહ અગાઉ આ મામલો ખુલ્યા બાદથી ભારે ખળભળાટ મચેલો છે. બેંકોને એકાએક નવેસરની લોન મેળવવાની બાબત મુશ્કેલરુપ બની ગઈ છે. આના માટે બે મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે. પ્રથમ પરિબળ એ છે કે, વર્તમાન નાણાંકીય વર્ષની પૂર્ણાહૂતિ થવા આવી છે. આ ગાળામાં મોટાભાગની કંપનીઓએ તેમની કુલ ક્રેડિટ લિમિટ દર્શાવી દીધી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ફાળવણી માટે ખુબ ઓછી રકમ રાખવામાં આવી છે. જે રકમ બચી છે તે હાલ લોન તરીકે આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત બેંકરો લોનની ફાળવણી કરતા પહેલા વધુ માહિતી મેળવી રહ્યા છે. બીજી બાબત એ છે કે, બેંકો હવે લોન મંજુરીમાં સામેલ રહેલા અધિકારીઓની સંખ્યામાં વધારો કરીને વધુ સાવધાન થઇ ગઇ છે. છેલ્લા બે સપ્તાહમાં આ પ્રક્રિયા મુશ્કેલરુપ બનાવી દેવામાં આવી છે જેથી મંજુર કરવામાં આવેલી લોન પણ ઝડપથી મળી રહી નથી. ઉપરાંત નવેસરથી લોન માટેની મંજુરી પણ મળવામાં મુશ્કેલ પડી રહી છે. લાઈન ઓફ ક્રેડિટ ખોલવા અને નિકાસના ઓર્ડરોને અમલી કરવામાં મુશ્કેલી દેખાઈ રહી છે. વર્કિંગ કેપિટલ મર્યાદિત હોવાથી વધુ જટિલ સ્થિતિ સર્જાઈ છે. માનવામાં આવે છે કે, એપ્રિલ મહિનામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. સમગ્ર બેંકિંગ વ્યવસ્થામાં અભૂતપૂર્વ મંદીના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસમાં માઠી અસર થઇ છે. સામાન્યરીતે ક્રેડિટ લિમિટની નવી મંજુરી એપ્રિલમાં નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે શરૂ થઇ જાય છે.

Related posts

ABVP takes Article 370, 35A and triple talaq in campuses; getting good response

aapnugujarat

મોદી ઈન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય નેતા

aapnugujarat

કલમ ૩૭૦ને ખતમ કરવાની કોઇ જ પ્રસ્તાવ નથી : સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1