Aapnu Gujarat
બિઝનેસ

નિરવ મોદી કાંડ : જ્વેલરી માંગમાં ૨૦ ટકાનો ઘટાડો

દેશમાં ૧૨૭૦૦ કરોડ રૂપિયાથી વધુના પંજાબ નેશનલ બેંક ફ્રોડના મામલાએ કારોબારીઓની સાથે સાથે ગ્રાહકોના વિશ્વાસને પણ હચમચાવતા માઠી અસર થઇ છે. આના કારણે જ્વેલરીની માંગમાં ૨૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. નીરવ મોદી સ્કેમ સપાટી પર આવ્યા બાદ ૨૦ ટકા સુધી જ્વેલરી માંગ ઘટી છે. પ્લેન જ્વેલરી અને શણગારેલી જ્વેલરીની માંગ ઘટી છે. ફેબ્રુારી મહિનામાં સામે આવેલા કોંભાડ બાદ હવે ખરીદારો સાવધાન થયેલા છે. જ્વેલરી ટ્રેડની સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે કરોડોના બેકિંગ ફ્રોડના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બનેલી છે. વેપારીઓનુ કહેવુ છે કે જાન્યુઆરીથી દેશમાં સોનાની હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવી નથી. જેથી ગ્રાહક તેની શુદ્ધતાને લઇને હવે વિશ્વાસમાં રહ્યા નથી. આ જ કારણસર હાલમાં જ્વેલરીની ખરીદારી લોકો કરી રહ્યા નથી. આ સંબંધમાં ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નિતિન ખંડેલવાલે કહ્યુ છે કે ગીતાંજલિ ગ્રુપ અસલી હીરાની જગ્યાએ સિન્થેટિંક હીરા વેચમાં વ્યસ્ત હોવાનુ જાણવા મળી રહ્યુ છે. હાલમાં નીરવ મોદી અને મેહુલ ચૌકસીના મામલે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. તેમની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં તપાસ જારી રહી શકે છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, પંજાબ નેશનલ બેંક છેતરપિંડી બાદ દાગીનાની માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. તેમણે કહ્યું છે કે, તેમને આશા છે કે, આ મહિનાની પૂર્ણાહૂતિ બાદ સ્થિતિમાં સુધારો થશે. તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે તો લોકો હિરા સાથે જોડાયેલા સોનાના દાગીનાથી સામાન્ય સોનાના દાગીના તરફ વળશે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે, માંગ ઘટવા માટે અન્ય કારણ પણ છે જેમાં સોનાની કિંમતોમાં નોંધાયેલો ઉછાળો પણ છે. સરકારે જાન્યુઆરી મહિનાથી હોલમાર્કિંગ ફરજિયાત કરવાના સંકેત આપ્યા હતા પરંતુ હજુ સુધી તેના નિયમો નક્કી કરવામાં આવ્યા નથી જેથી તેમાં વિલંબ થઇ રહ્યો છે. આ સંદર્ભમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ હોલમાર્કિંગ સેન્ટરના પ્રમુખ હર્ષદ અજમેરાએ કહ્યું છે કે, ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.

Related posts

ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખી

editor

यात्री वाहनों की बिक्री मई में 20% घटी

aapnugujarat

૯ કંપનીની મૂડી ૧.૫૮ લાખ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1