Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ‘કર્તવ્ય એક વિચારધારા’ ટીમનાં કાર્યકરો સાથે મુલાકાત કરી

કેશુભાઈ પટેલ (પૂર્વ મુખ્યમંત્રી) અને સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન સાથે આજરોજ ‘‘કર્તવ્ય’’ એક વિચારધારાની ટીમ કેશુભાઈ પટેલને પુન) સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન તરીકે વરણી થવા બદલ પુષ્પગુચ્છ આપી ‘‘કર્તવ્ય’’ એક વિચારધારાની ટીમે શુભેચ્છા પાઠવેલ હતી. સામે ‘‘કર્તવ્ય’’ની ટીમને સોમનાથ મહાદેવની વૈદિક શોભાયાત્રાનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન બદલ શુભેચ્છા પાઠવેલ હતી. કેશુભાઈ સાથેની મિટીંગમાં કેશુભાઈએ સવાલ કરેલ કે આ ‘‘કર્તવ્ય’’ ના પ્રમુખ કોણ ? જ્યારે જવાબમાં કહેવામાં આવ્યું કે કોઈ નહી બધાં જ વૉલિયન્ટર તો કેશુભાઈ આશ્ચર્યમાં પડી ગયા ને કહે તો આ બધાં કાર્યક્રમ કેમ મેનેજ કરો છો ? તો જવાબ અપાયો કે એક જ મેસેજમાં એક જ ફોનથી અમો ભેગા થઈ જઈએ છે, ને કામની જવાબદારી નક્કી કરી પોતપોતાનાં કર્તવ્ય બજાવા લાગી જાય છે અને અમો પબ્લિક ગાર્ડનમાં દર મહિનાનાં પહેલાં શનિવારે ઓપન પ્લેસમાં ઓપન ચર્ચા કરી આગળના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ એટલે કેશુભાઈએ એક અમેરિકરની વાત કરી કે ત્યાં ગાર્ડનમાં માઈક હોય છે. કોઈ એમાં સંદેશ આપવા નક્કી કરે ને આપે કે તરત જ બધાં ભેગા થઈ જાય છે પણ આતો મને એના કરતાં પણ કાંઈક અનોખું લાગ્યું ને કહે હું આપના આ કાર્યથી ખુબ જ પ્રભાવિત થયો છું હવે મારે ક્યાંય પણ ભાષણ દેવાનું થશે તો આપના આ ‘‘કર્તવ્ય’’ એક વિચારધારાનું દૃષ્ટાંત આપી મારાં ભાષણમાં ઉલ્લેખ જરૂર કરીશ. ને તેમને ક્હ્યું કે ભાવના કરતા ‘‘કર્તવ્ય’’ શ્રેષ્ઠ છે ત્યારે તાળીઓનાં ગળગળાટથી આ વાક્ય ને ‘‘કર્તવ્ય’’ની ટીમે વધાવી લીધું હતું. ‘‘કર્તવ્ય’’ની ટીમે તેનાં આગામી એપ્રિલ માસ સુધીના કાર્યક્રમોની રૂપરેખા કેશુભાઈ સમક્ષ રજુ કરેલ હતી જેનાથી પ્રભાવિત થઈ કેશુભાઈએ સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર ચાવડાને જણાવેલ કે આ ‘‘કર્તવ્ય’’ ટીમને પુરતો સહકાર આપવો અને લેવો પણ અને સોમનાથ ટ્રસ્ટનાં બેનર તળે સમાજલક્ષી કાર્યક્રમો કરવા જણાવેલ હતુ અને કેશુભાઈ એટલા ખુશમિજાજ થઈ ગયા કે તેમને તેમનાં બાળપણના કિસ્સાનું સ્મરણ ‘‘કર્તવ્ય’’ ટીમ સમક્ષ રજુ કરી હળવાશની પળ માણી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

કંસારા નદી સજીવીકરણ યોજનાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

editor

मोरबी में दर्दनाक हादसा, दो सगे भाईयों के साथ चार लोगों की मौत

editor

મગફળી પાકમાં લીલી ઇયળનો આતંક

editor

Leave a Comment

UA-96247877-1