Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિને મોટો ફટકો : તપાસ જારી રાખવા સુપ્રીમનો હુકમ

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને બિઝનેસમેન કાર્તિ ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો હતો. આઇએનએક્સ મામલામાં કોઇ રાહત કાર્તિને ન મળતા કોંગ્રેસ પાર્ટીમાં પણ નિરાશા ફેલાઇ ગઇ છે. કાર્તિ સામે તપાસ જારી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ચલાવતી વેળા ઇડી અને સીબીઆઇને નોટીસ જારી કરીને કહ્યુ છે કે આ સંસ્થાઓ તપાસ જારી રાખી શકે છે. મામલામાં આગામી સુનાવણી નવમી માર્ચના દિવસે હાથ ધરવામાં આવનાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંભવિત ધરપકડથી કાર્તિને કોઇ વચગાળાની રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. જેથી હવે ઇડી દ્વારા પણ તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. કોઇ પણ એફઆઇઆરની નોંધણી વગર તેમની સામે ઇડીની કાર્યવાહીને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી કાર્તિની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઇ હતી. કાર્તિના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. વચગાળાના રક્ષણની માંગ પણ કરી હતી. કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે તેમની સીબીઆઇની કસ્ટડી પૂર્ણ થયા બાદ ઇડી દ્વારા તેમના અસલીને કસ્ટડીમાં લઇ શકે નહી. ચિદમ્બરમની નવેસરની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આઈએનએક્સ મિડિયા કટકી કેસમાં ઇડી દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગ કરીને કાર્તિ દ્વારા અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ ઇડી દ્વારા જારી કરવામાં આવેલા સમન્સ પર સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ આ સંબંધમાં અરજી કરી શકે છે. કાર્તિ ચિદમ્બરમ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી સીબીઆઈની કસ્ટડીમાં છે. પહેલી માર્ચના દિવસે ખાસ સીબીઆઈ કોર્ટના જજ સુનિલ રાણાએ પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. કાર્તિ ચિદમ્બરમે ૧.૮ કરોડ રૂપિયા એક પ્રભાવશાળી રાજકીય હસ્તીના બેંક ખાતામાં જમા કર્યા હતા. સીબીઆઈએ આ કેસમાં તેની તપાસને વધુ તીવ્ર બનાવી છે. વકીલ અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય અભિષેક મનુ સિંઘવી કાર્તિ ચિદમ્બરમ તરફથી કેસ લડી રહ્યા છે.કાર્તિ ચિદમ્બરમનો કેસ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. કાર્તિની મુશ્કેલી અકબંધ રહી છે.

Related posts

यूको बैंक ने यश बिड़ला को ‘विलफुल डिफॉल्टर’ घोषित किया, नहीं चुकाया 67 करोड़ रुपए का कर्ज

aapnugujarat

Modi govt made an impossible a possible by removing Article 370 : Smriti Irani

aapnugujarat

सोमवार से शुरु होगा संसद का मानसून सत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1