Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિ ચિદમ્બરમ વધુ ત્રણ દિવસ કસ્ટડીમાં

આઇએનએક્સ મીડિયા કેસમાં લાંચ લેવાના મામલે આરોપી રહેલા કાર્તિ ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે કોર્ટે તેમની કસ્ટડીને વધુ ત્રણ દિવસ માટે વધારી દીધી છે. આ મામલે સીબીઆઇ અને કાર્તિના વકીલ તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા કોર્ટ પાસેથી વધુ નવ દિવસના કસ્ટડીની માંગ કરી હતી. સીબીઆઇનુ કહેવુ છે કે તેમની પાસે આ મામલે કેટલાક નવા પુરાવા આવી ગયા છે. જેથી તેમની વધારે સઘન પુછપરછ માટેની જરૂર દેખાઇ રહી છે. તેમને વધારે સમયની પણ જરૂર દેખાઇ રહી છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટમાં કાર્તિના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તેમના પિતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. સીબીઆઇનો આરોપ છે કે કાર્તિ તપાસમાં બિલકુલ સહકાર કરી રહ્યા નથી. એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યુ હતુ કે આરોપીના મોબાઇલને સીજ કરવામાં આવ્યો છે. તેમની પાસેથી પાસવર્ડ માંગવામાં આવતા પાસવર્ડ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને ગુ ટુ હેલ કહેવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની દલીલોને કાપતા કહ્યુ હતુ કે તેમના અસીલ મૌન રહી રહ્યા છે તેનો અર્થ તેઓ દોષિત છે તે નથી. તપાસમાં સહકાર કરી રહ્યા નથી તેવા આક્ષેપ આધારવગરના છે. સીબીઆઇએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇએ કહ્યુ હતુ કે આ મામલે તપાસ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. જેથી કાર્તિની પુછપરછ જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં કાર્તિની રિમાન્ડ વધારવા માટે સીબીઆઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમના કેસને આગળ વધારી રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, કોર્ટમાં કાર્તિને પોતાના માતા-પિતાને મળવા માટે ૧૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટમાં પણ કાર્તિના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઇપણ રાહત કાર્તિને મળી નથી. કાર્તિ ચિદમ્બરમ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી સીબીઆઈની કસ્ટડીમાં છે. પહેલી માર્ચના દિવસે ખાસ સીબીઆઈ કોર્ટના જજ સુનિલ રાણાએ પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. કાર્તિ ચિદમ્બરમે ૧.૮ કરોડ રૂપિયા એક પ્રભાવશાળી રાજકીય હસ્તીના બેંક ખાતામાં જમા કર્યા હતા. સીબીઆઈએ આ કેસમાં તેની તપાસને વધુ તીવ્ર બનાવી છે. વકીલ અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય અભિષેક મનુ સિંઘવી કાર્તિ ચિદમ્બરમ તરફથી કેસ લડી રહ્યા છે. આઈએનએક્સ મિડિયામાં વિદેશી મૂડીરોકાણને મંજુરી મળવાના મામલામાં કાર્તિ ચિદમ્બરમ સાથે મિલીભગતના મામલામાં ઇડી દ્વારા હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના ભૂતપૂર્વ સભ્યોની પણ પુછપરછ કરવામાં આવનાર છે. આ પગલાના કારણે યુપીએ સરકારના ગાળા દરમિયાન અધિકારીઓની પુછપરછ પણ થનાર છે. ઇડી અને સીબીઆઈ દ્વારા વધુને વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, તપાસ સંસ્થાએ કોઇપણ કારણ આપ્યા નથી પરંતુ પુછપરછ વેળા એક જ પ્રકારના મૌખિક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. નવ દિવસની સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી માંગ બાદ ૯મી માર્ચ સુધી કસ્ટડી મળી ગઈ છે. સિંઘવીએ દલીલ કરી હતી કે, સીબીઆઈએ વધુ રિમાન્ડ માટે તેમની અરજીમાં કોઇપણ આધાર અથવા તો એક પણ લેખિત કારણ આપ્યા નથી. કાર્તિ ચિદમ્બરમે છેલ્લા પાંચ દિવસમાં બે કલાક લાંબી પુછપરછ વેળા ઇન્દ્રાણી મુખર્જી સાથે ૨૫ મિનિટ વાતચીત કરી છે. વધુ કસ્ટડીની જરૂર દેખાઈ રહી નથી. કાર્તિ પહેલી માર્ચથી સીબીઆઈની કસ્ટડીમાં છે. તપાસ સંસ્થાની રજૂઆત છે કે, લંડનની તેમની યાત્રા બાદ પરત આવ્યા પછી તેમની સામે પુરાવા હોવાના લીધે ધરપકડ કરાઈ હતી. રવિવારના દિવસે ઇન્દ્રાણી અને કાર્તિને મુંબઈની ભાઇકુલ્લા જેલમાં સામ સામે બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. ઇન્દ્રાણીએ તમામ પ્રશ્નોના જવાબ શાંતિપૂર્વક આપ્યા હતા. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને ત્યારબાદ કાર્તિ સાથે પોતાની બેઠક અંગે પણ માહિતી આપી હતી. સીબીઆઈના સુત્રોએ આ મુજબની વાત કરી હતી. કાર્તિને કંપનીને મદદરુપ થવા લાંચની વાત કરવામાં આવી હતી.

Related posts

6 से 12 घंटे तक ATM से दोबारा नहीं निकाल पाएंगे पैसे

aapnugujarat

લોકડાઉનના ભણકારા : દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની હિજરત

editor

કોંગ્રેસના બદલે ગઠબંધનને મત આપવા માયાનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1