Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ૨૫ લાખ નોકરીની તક ઉભી કરાશે

મોદી સરકાર પર વિપક્ષ દ્વારા નવી નોકરી ઉભી કરવાને લઇને નિષ્ફળતાનો આક્ષેપ સતત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકાર ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના ચહેરાને બદલીને આ સેક્ટરમાં પણ નવી નોકરીની તકો ઉભી કરવા માટે ઇચ્છુક છે. સરકારને આશા છે કે, આનાથી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં ૨૦૨૨ સુધી એક કરોડ નોકરીની તકો સર્જાશે. એટલે કે દર વર્ષે ૨૫ લાખ નવી નોકરીની તકો સર્જાશે. સરકાર ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પર રતન પી વોટલ કમિટિની ભલામણોને અમલી કરવા જઇ રહી છે. આ હેઠળ સરકાર જ્યાં ભારતમાં ગોલ્ડના કારોબારને સરળ બનાવશે. બીજી બાજુ બુલિયન બેંક પણ બનાવશે જેમાં ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ શરૂ કરવામાં આવશે. ગોલ્ડ કારોબાર માટે અલગ એક્સચેંજ અને ભારતીય ગોલ્ડ કાઉન્સિલ બનાવવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ બાબત ગોલ્ડ ઉપર જીએસટીને ઘટાડવામાંઆવી શકે છે. વર્તમાન સમયમાં ૨૦ લાખ રૂપિયાથી વધુની સોનાની ખરીદ ઉપર ત્રણ ટકા જીએસટી લાગે છે. આ ઉપરાંત ગોલ્ડ ઉપર આયાત ડ્યુટીમાં બેથી ચાર ટકાનો ઘટાડો તબક્કાવારરીતે કરવામાં આવનાર છે. નાણામંત્રાલયના સૂત્રોના કહેવા મુજબ વાટલ કમિટિએ ગોલ્ડ માર્કેટના કાયાકલ્પ કરવા માટે અને તેમાં રોજગારની તકો વધારવા માટે જે ભલાણમ કરી છે તેને લાગૂ કરવા પર સૈદ્ધાંતિકરીતે સહમતિ બની ગઈ છે. ટૂંક સમયમાં જ તેને અમલી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વાટલ કમિટિએ હાલમાં જ નાણા મંત્રાલયને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે જેમાં દેશની જીડીપીમાં ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના યોગદાનને વધારવાની વાત કરવામાં આવી છે. આમા જ્વેલરીની નિકાસ અને રોજગારી વધારવાના મેગા પ્લાનનો સમાવેશ થાય છે. વાટલ રિપોર્ટના કહેવા મુજબ સરકાર જીડીપીમાં ગોલ્ડ ઇન્ડસ્ટ્રીની હિસ્સેદારી ત્રણ ટકા કરવા ઇચ્છુક છે. આ ઉપરાંત જ્વેલરી નિકાસને ૨૦૨૨ સુધી બે હજાર કરોડ ડોલર સુધી લઇ જવાની પણ વાત કરાઈ છે.

Related posts

બેંગ્લોર ટીમ ઉપર રાજસ્થાન રોયલ્સની ૧૯ રને જીત થઇ

aapnugujarat

રોહિગ્યા લોકોને પરત મોકલી દેવાશે : રાજનાથસિંહ

aapnugujarat

प्रद्युम्न मर्डर केस : सामाजिक रिपोर्ट में सामने आया स्टूडेंट काफी आक्रामक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1