Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોહિગ્યા લોકોને પરત મોકલી દેવાશે : રાજનાથસિંહ

આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન (એનઆરસી)માં ૪૦ લાખ લોકોને સામેલ નહીં કરવાના મુદ્દા ઉપર સંસદમાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડાબેરીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે ધાંધલ ધમાલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત સરકારની આ મુદ્દા પર મ્યાનમાર સાથે વાતચીત ચાલી રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં જારી કરવામાં આવેલી અડવાઇઝરીનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારોને રોહિગ્યા પર નજર રાખવા ઉપર અપીલ કરી હતી. વિરોધ પક્ષના સાંસદો એનઆરસી પર લોકસભામાં ચર્ચા માટેની માંગ કરી રહ્યા હતા પરંતુ સ્પીકરે એમ કહીને વિપક્ષની માંગણીને ફગાવી દીધી હતી કે, સોમવારના દિવસે આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી ચુકી છે. ગૃહમંત્રી આના ઉપર નિવેદન આપી ચુક્યા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રોહિગ્યાના મુદ્દા પર એડવાઈઝરી જારી કરી ચુકી છે. વિપક્ષી પાર્ટીઓના સરકારની સાથે મતભેદના આરોપ પર રાજનાથસિંહે કહ્યું હતું કે, રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ રાજ્યમાં રોહિગ્યાની સંખ્યાના સંદર્ભમાં ગૃહમંત્રાલયને માહિતી આપે. આના આધાર પર માહિતી વિદેશ મંત્રાલયને આપવામાં આવશે. વિદેશ મંત્રાલય મ્યાનમારની સાથે આ લોકોને પરત મોકલી દેવાના મુદ્દા પર વાતચીત કરશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, રોહિગ્યાની ઓળખ કરવી ખુબ જરૂરી છે. બાયોમેટ્રિક તપાસ મારફતે ઓળખ કરવામાં આવી શકે છે. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યં હતું કે, રોહિગ્યા ભારતની આંતરિક સુરક્ષા માટે પડકારરુપ છે. તૃણમુલ કોંગ્રેસના લોકોએ પણ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. ટીએમસીનું વલણ આક્રમક રહ્યું હતું. જમ્મુથી ભાજપના સાંસદ જુગલકિશોર શર્માએ જમ્મુ કાશ્મીરમાં રોહિગ્યાઓની આતંકી ગતિવિધિમાં સામેલ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રોહિગ્યાઓને રાજ્યથી બહાર ક્યારે કરવામાં આવશે. સરકાર આના પર જવાબ આપી શકે છે. આના જવાબમાં ગૃહરાજ્યમંત્રી રિજ્જુએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની પાસે અટકાયત અને તેમને કેમ્પમાં રાખવાનો અધિકાર છે. રાજ્ય સરકાર આ અંગેની માહિતી કેન્દ્ર સરકારને આપી શકે છે. કેન્દ્ર સરકાર આના ઉપર ભાવિ પગલા લેશે. રિજ્જુએ અન્ય એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, મોટી સંખ્યામાં રોહિગ્યા જમ્મુ કાશ્મીરમાં શરણાર્થીઓ તરીકે છે. દેશની આંતરિક સુરક્ષા માટે આ લોકો ખતરનાક છે. સુરક્ષા મામલે સરકાર બાંધછોડ કરી શકે નહીં. મ્યાનમાર સરકાર સાથે વાતચીત મારફતે શાંતિપૂર્ણરીતે તેમને પરત મોકલવામાં આવશે.

Related posts

ઉન્નાવ ગેંગરેપ : સેંગરના ગુંડાઓની લોકોને ધમકી

aapnugujarat

મ.પ્રદેશમાં ભાજપે ૫૩ બળવાખોર નેતાઓને હાંકી કાઢ્યા

aapnugujarat

गिरिराज सिंह ने सीएम ममता की तुलना उत्तर कोरिया के नेता किम से की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1