Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઘુસણખોરો મામલે કોંગ્રેસ અને ટીએમસી વલણ સ્પષ્ટ કરે : શાહ

આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન (એનઆરસી)ના ફાઇનલ ડ્રાફ્ટને લઇને પણ આજે પણ ભારે ધાંધલ ધમાલ થયા બાદ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમિત શાહે વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને અમિત શાહે કહ્યું હતું કે, એનઆરસી પર સંસદમાં તેમને બોલાવાની તક આપવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, એનઆરસીમાંથી જે લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ ભારતીય નહીં બલ્કે ઘુસણખોરો છે. જો કે, શાહે એમ પણ કહ્યું હતું કે, જે લોકોના નામ યાદીમાં નથી તે લોકો વાંધાઓ રજૂ કરી શકે છે. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિરોધ પક્ષો અનેક પ્રકારના ભ્રમ ફેલાવી રહ્યા છે જ્યારે વાસ્તવિકતા અલગ છે. આ પહેલા શાહના નિવેદન ઉપર રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો જેના પરિણામ સ્વરુપે કાર્યવાહી મોકૂફ કરવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, એનઆરસીની યાદીમાં ૪૦ લાખ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા નથી જેથી આ લોકોના ભવિષ્યને લઇને સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. શાહે કહ્યું હતું કે, જે લોકો સાબિત કરી શક્યા નથી કે તેઓ ભારતીય નાગરિક છે તેમના નામને જ ડ્રાફ્ટથી અલગ કરવામાં આવ્યા છે. તેઓ ગૃહમાં તમામ પાર્ટીઓને સાંભળી રહ્યા હતા. કોઇપણ પાર્ટીએ સ્પષ્ટરીતે કહ્યું નથી કે, આ અંતિમ યાદી નથી. કોઇપણે એણ પણ કહ્યું નથી કે એનઆરસી ક્યાંથી આવ્યા છે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ તરફથી એમ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ પ્રજાની સાથે વિશ્વાસઘાત કરે છે. અમિત શાહે કહ્યું હતું કે, ઘુસણખોરીના કારણે આસામના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. કેટલાક લોકોના મોત પણ થયા હતા. ત્યારબાદ ૧૪મી ઓગસ્ટ ૧૯૮૫ના દિવસે આસામ અકોર્ડ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે વખતે દેશમાં વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. અકોર્ડ મુજબ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, એનઆરસી બનાવતી વેળા એક એક ઘુસણખોરને શોધી શોધીને બહાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૫માં પણ કોંગ્રેસે એનઆરસી બનાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેના માટે વોટબેંકની રાજનીતિ મહત્વપૂર્ણ હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોંગ્રેસમાં હિંમત ન હતી. ત્યારબાદ મોદી સરકારે એનઆરસી બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, લોકોને સમજવાની જરૂર છે કે, આ પ્રાથમિક ડ્રાફ્ટ છે. સુનાવણી, વાંધાઓ બાદ અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, આસામના લોકોની રોજગારી આંચકી લેવામાં આવી રહી છે. આરોગ્ય અને શિક્ષણની તકો ઘટી રહી છે. તેમના માનવ અધિકાર પણ આની સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકોના માનવ અધિકારના રક્ષણ માટે જ એનઆરસીની રચના કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બાંગ્લાદેશી ઘુસણખોરોને લઇને કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. વર્તમાન સરકાર માટે સરહદો અને દેશવાસીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શાહે કહ્યું હતું કે, આ મામલા ઉપર તમામ પાર્ટીઓને દેશની પ્રજાની સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આના પર નિષ્પક્ષ પ્રતિક્રિયા અપનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તમામ બાબત હાથ ધરવામાં આવી છે. ભારતના બીજા રાજ્યોમાંથી આવેલા લોકોના નામ કાપવામાં આવ્યા નથી અને કાપી શકાય પણ નહીં. તેમણે કહ્યું હતું કે, જે બાબત તેઓ સંસદમાં કહી શક્યા નથી તે અહીં કહી રહ્યા છે. અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, રાજ્ય રાજ્યમાં વિવાદ થશે પરંતુ આ વિપક્ષની ચાલ છે. કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે. ૧૯૭૧માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, એક પણ ઘુસણખોરને દેશમાં રહેવાની જગ્યા નથી. તત્કાલિન ગૃહમંત્રી ચિદમ્બરમે પણ કહ્યું હતું કે, ઘુસણખોરો માટે દેશમાં જગ્યા નથી. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. વોટબેંકની રાજનીતિ રમવાના આક્ષેપ ઉપર શાહે કહ્યું હતું કે, અમે વિપક્ષમાં હતા ત્યારે પણ આજે સત્તામાં છીએ ત્યારે પણ વલણ બિલકુલ સ્પષ્ટ છે. શરણાર્થીઓ અને ઘુસણખોરો બંને અલગ અલગ બાબો છે. તેમનું અલગ અલગ મહત્વ છે. અગાઉ અમિત શાહે રાજ્યસભામાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમારામાં હિંમત હતી જેથી અમે આ કામ કરી શક્યા છીએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા આની પહેલ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ કરી હતી. કોંગ્રેસની પાસે આસામ સમજૂતિને લાગૂ કરવાની હિંમત ન હતી. ભાજપ સરકારે હિંમત દર્શાવીને આ કામ કર્યું છે. એનઆરસીના વિરોધને દેશમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાનું જણાવીને આની ટીકા કરી હતી.

Related posts

अखिलेश यादव ने कहा भाजपा राज में किसान दुःखी

editor

फसल बीमा अब किसानो के लिए बना मनमर्जीया

aapnugujarat

દેશમાં ૨૧ ત્રાસવાદી ઘુસ્યાં : આતંકી હુમલાનો ભય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1