Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત બાર કાઉન્સીલ ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો ઉનાળાની ગરમીમાં પરસેવે રેબઝેબ થતાં પણ જિલ્લા-તાલુકા મથકોએ વકીલ મતદારોને રીઝવવા ફરી રહ્યા છે. બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ચૂંટણી માટે હવે ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ તાજી સ્થિતિએ ૯૯ ઉમેદવારો મેદાનમાં છે. જેને લઇ હવે બાર કાઉન્સીલની ખૂબ જ પ્રતિષ્ઠાભરી અને મહત્વની ગણાતી એવી આ ચૂંટણીના જંગનો કશ્મકશ અને પ્રચારનો ધમધમાટ રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીજીબાજુ, બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાજકીય કદ ધરાવતા અને વકીલોના હિત માટે કરેલા કલ્યાણકારી કાર્યોને લઇ ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ વિજયભાઇ હરિશ્ચંદ્ર પટેલનો વિજય લગભગ નિશ્ચિત મનાઇ રહ્યો છે. આ એ વિજય એચ.પટેલ છે કે, જેમણે સને ૧૯૯૬માં બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાને ગાંધીનગર લોકસભા બેઠક પરથી હરાવ્યા હતા અને ૬૧ હજાર મતોની જંગી લીડથી વિજય મેળવ્યો હતો. દસ્ક્રોઇ બેઠક પરથી પણ વિજયભાઇ એચ.પટેલે તત્કાલીન મંત્રી માધુભાઇ ઠાકોરને હરાવી ધારાસભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા. ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટણી રાજયના સમગ્ર વકીલઆલમ માટે બહુ મહત્વની હોય છે, જેમાં વકીલ ઉમેદવારોના પ્રોફાઇલ અને વકીલો માટે તેમણે કરેલી કામગીરીની પણ એટલી જ નોંધ લેવાતી હોય છે. વકીલો માટે હરહંમેશ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને તેમના કાર્યો માટે દોડવા સદાય તત્પર એવા ભાજપના પૂર્વ સાંસદ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ વિજયભાઇ એચ.પટેલને હાલ તો, અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ, ગાંધીનગર, પ્રાંતિજ, તલોદ, હિમંતનગર, પારડી, વલસાડ, બોટાદ, વ્યારા, ખેડા, નડિયાદ, ધોળકા-ધંધુકા સહિતના પંથકોમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને તે જ કારણ છે કે, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના ઉપપ્રમુખ સમીર દવે, સિનિયર એડવોકેટ અરવિંદ પંડયા, દિનેશ વાળા, સુરેશ ભટ્ટ સહિતના જાણીતા વકીલો માની રહ્યા છે કે, જો વિજય એચ.પટેલ જેવા પીઢ, અનુભવી અને નિર્વિવાદ ઉમેદવાર બાર કાઉન્સીલમાં આવે તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયાના કન્સેપ્ટ પર ગુજરાત બાર કાઉન્સીલનું પણ ડિજિટલાઇઝેશન થઇ શકે. વિજયભાઇ એચ.પટેલ વકીલઆલમમાં લોકપ્રિય ધારાશાસ્ત્રી છે તેનું એક કારણ એ પણ છે કે, વિજયભાઇના વરિષ્ઠ પિતા શ્રી સ્વ.હરિશ્ચંદ્ર એલ.પટેલે વર્ષો પહેલાં એડવોકેટ વેલ્ફેર ફંડ એકટને રાજયમાં મરજિયાતપણે લાગુ પાડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિજયભાઇ જયારે ભાજપના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પણ એડવોકેટ વેલ્ફેર ફંડ એકટને રાજયમાં ફરજિયાતપણે લાગુ થાય તેનું બીલ પસાર કરાવવામાં સિંહફાળો આપ્યો હતો. જેના કારણે આજે પણ વકીલોને વેલ્ફેર ફંડની મૃત્યુસહાય અને માંદગી સહાયના મહત્વના લાભો મળી રહ્યા છે. વિજયભાઇ એચ.પટેલ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન, હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના બહુ મહત્વના હોદ્દાઓ પર ઉમદા સેવાઓ આપી ચૂકયા છે. બાર કાઉન્સીલના તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાત લો હેરાલ્ડનું ઇલેક્ટ્રોનીક જર્નલ ચાલુ કરાવાઇ હતી, બાર કાઉન્સીલની ઓફિસ ખસેડીને ૬૦૦૦ સ્કવેર ફુટમાં કાર્યરત કરાઇ હતી, આવી તો અનેક વકીલોના હિતની પ્રવૃત્તિઓ વિજયભાઇએ કરી છે. જેને લઇને વકીલઆલમના ઉપરોકત મહાનુભાવોનું માનવું છે કે, જો વિજયભાઇ એચ.પટેલ જેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી બાર કાઉનસીલમાં આવે તો, બાર કાઉન્સીલમાં ઇ-પેમેન્ટ, તમામ ફી અને પેમેન્ટ ઓનલાઇન સ્વીકારવા, વકીલોને કોઇ ફરિયાદ કે રજૂઆત હોય તો કમ્પલેઇન પોર્ટલ/ઇન્ફર્મેશન પોર્ટલ, વકીલોના ડેટાનું ડિજીટલાઇઝેશન, તમામ ઠરાવો-ઓનલાઇન સહિત બાર કાઉન્સીલનું ડિજીટલાઇઝેશન શકય બને અને ગુજરાતભરના વકીલઆલમનેતે ઘણું ઉપયોગી અને લાભકર્તા સાબિત થાય. નોંધનીય છે કે, વિજયભાઇની ઓફિસ દ્વારા વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના કેસો વિનામૂલ્યે લડાય છે, જે સેવાની પ્રથા તેમના પિતાની પરંપરાથી આજે પણ ચાલી આવે છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કેન્દ્રિય દળોના વેશમાં સંઘના કાર્યકરો પહોંચ્યાં છે : મમતા

aapnugujarat

સામાજિક સમરસતા સમિતી વિરમગામ દ્વારા “રક્ષાબંધન સ્નેહ સંમેલન”યોજાયુ

aapnugujarat

કડીમાં મૂશળાધાર વરસાદ

editor

Leave a Comment

UA-96247877-1