Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા વિવાદ : શ્રીશ્રીની ફરી નદવી સાથે વાટાઘાટો

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર આજે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ પહોંચ્યા હતા. અહીં તેઓએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી દૂર કરવામાં આવેલા મૌલાના સલમાન નદવીને મળ્યા હતા. નદવી ખુબ જ મૈત્રીપૂર્ણ માહોલમાં અયોધ્યા વિવાદને ઉકેલવા માટે માનવ કલ્યાણ બોર્ડ બનાવી રહ્યા છે. આને લઇને એક મોટુ આયોજન થવા જઈ રહ્યું છે. શ્રીશ્રી રવિશંકર આનુ સમર્થન કરી રહ્યા છે. બેઠક બાદ શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે, તેમને દરેક બાજુથી સમર્થન મળી રહ્યું છે. બંને સમુદાયના લોકો શાંતિ અને સદભાવના જાળવી રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. રામ મંદિર બનાવવાની વાત કરી રહ્યા છે. તેમને મુસ્લિમ સમુદાય તરફથી પણ ખુબ જ સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. શ્રીશ્રી અયોધ્યાની વિવાદાસ્પદ ભૂમિને લઇને મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોર્ટની બહાર સમજૂતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, બંને સમુદાય વચ્ચેના વિવાદને મૈત્રીપૂર્ણરીતે ઉકેલવામાં આવે તે જરૂરી છે. શ્રીશ્રી દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના દિવસે વારાણસીમાં આયોજિત કરવામાં આવેલા સમાગમમાં મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ પહોંચ્યા ન હતા. શ્રીશ્રી મંગળવારના દિવસે ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા હતા. બંને વચ્ચે કયા પ્રકારની વાતચીત થઇ તેને લઇને કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. આ અંગે પૂછવામાં આવતા શ્રીશ્રીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે વિકાસ અને દેશના મુદ્દાઓને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રવિશંકરનો વિરોધ કરી રહેલા લોકો ઉપર તેમણે કહ્યું હતું કે, સારા કામનો હંમેશા વિરોધ થાય છે પરંતુ જે કંઇપણ કામ થઇ રહ્યું છે તે યોગ્ય દિશામાં છે. રામ મંદિર નિર્માણને લઇને તેમના પ્રયાસોને ચોક્કસપણે સફળતા મળશે.

Related posts

મુખ્ય પ્રધાન નીતીશ કુમાર જ હશે, તેમાં કોઇ શંકા નથી : સુશીલ મોદી

editor

महाराष्ट्र विधानसभा में नहीं पेश होगा CAA के खिलाफ प्रस्ताव : अजित पवार

aapnugujarat

ટીમ ઈન્ડિયાની ૪ રને હાર : ન્યૂઝીલેન્ડે શ્રેણી જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1