Aapnu Gujarat
બિઝનેસ

ચીજ-વસ્તુની ખરીદીથી લઇ તમામ સેવા એક ક્લિક ઉપર

હવે તમારે ઉંચા કે છૂપા કમીશન કે ચાર્જ ચૂકવીને ઓનલાઇન ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે, વૈશ્વિક આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપની હાઇ-ટેક ઇન્ફોસોફ્ટે આજે ગુજરાતમાં દેશનો સૌપ્રથમ ઇકલેટ સ્ટોર લોન્ચ કર્યો હતો. ઇકલેટ સ્ટોર ગ્રાહકો અને વેન્ડર્સ વચ્ચે ઇકલેટ સ્ટોર અનોેખુ પ્લેટફોર્મ એટલે કે, માધ્યમ બનશે. ગ્રાહકો કોઇપણ પ્રકારના કમીશન કે ચાર્જ વિના હોટલ, ટ્રેડર્સ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, રીયલ એસ્ટેટ, સ્પેશ્યલ ટેકનીશીયન્સ, પ્રોફેશનલ સર્વિસીસ, મેટ્રીમોનીયલ મેચ, જોબ્સ અને સેકન્ડહેન્ડ પ્રોડકટ્‌સ સહિતની વિવિધ કેટેગરીમાં કોઇપણ ચીજવસ્તુ ઓનલાઇન ખરીદી શકશે અને સેવાઓ મેળવી શકશે, તો સામે વેન્ડર્સ અને વેપારીઓ પણ પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. સમગ્ર દેશમાં આ પ્રકારનું સૌપ્રથમ પોર્ટલ છે કે જે ગ્રાહકોને માત્ર એક કલીકથી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ બનાવશે એમ અત્રે હાઇટેક ઇન્ફોસોફ્ટના સ્થાપક અને ઇન્કમટેક્સ વિભાગ(ઇન્વેસ્ટીગેશન)ના પૂર્વ સિનિયર કમિશનર વી.એસ.બંથિયા અને સીએ ધ્રુવ બંથિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અનોખા અને ગ્રાહકોને માત્ર એક જ કલીકમાં તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવતા ઇ-કોમર્સ પોર્ટલ ઇકલેટ સ્ટોરમાં ગ્રાહક કે વેપારીએ માત્ર ફ્રીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન જ કરવાનું હોય છે અને તેઓ પોતાની અલગ વેબસાઇટ પામી શકે છે અને ત્યારબાદ તેમની ઇચ્છિત સેવાઓ કે સુવિધાઓ પામી શકે છે અથવા તો આપી શકે છે. ગ્રાહકો માટે સૌથી મોટો ફાયદો એ છે કે, તેઓને સસ્તી કિંમતે કોઇપણ ચીજવસ્તુના એકથી વધુ અને સારા વિકલ્પો મળી રહેશે અને તેઓ ઇચ્છે ત્યાથી તે ચીજવસ્તુ ઓનલાઇન ખરીદી શકશે અને વિવિધ પ્રકારની સેવા પણ મેળવી શકશે. ગ્રાહકો અધિકૃત પ્રોડક્ટસ વેન્ડર મેળવી શકે છે. એટલું જ નહી, ઓનલાઇન જીએસટી સહિતના એકાઉન્ટ્‌સ, ટેક્સ રિટર્ન સૌથી વધુ આધુનિક સોફ્ટવેર ઇકલેટ બુકસથી ભરી શકાશે. હાઇટેક ઇન્ફોસોફ્ટના સ્થાપક અને ઇન્કમટેક્સ વિભાગ (ઇન્વેસ્ટીગેશન)ના પૂર્વ સિનિયર કમિશનર વી.એસ.બંથિયા અને સીએ ધ્રુવ બંથિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકો ઓનલાઇન માર્કેટીંગ, ડોકયુમેન્ટ મેનેજમેન્ટ, રીયલ એસ્ટેટના વેચાણ કે ભાડે આપવા અંગેની ઓનલાઇન વિગતો, એમ્પોયર્સ, નોકરી ઇચ્છતા એમ્પ્લોઇઝની ઓનલાઇન વિગતો, લગ્ન માટે યુવક-યુવતીઓની ઓનલાઇન વિગતો સહિતની જુદી જુદી ૧૨થી વધુ કેટેગરીમાં ગ્રાહકો ઇકલેટ સ્ટોરમાં સર્ચ કરી ખરીદી કરી શકે છે અને સેવાઓ મેળવી શકે છે. તો સામે વેન્ડર્સ અને વેપારીઓ પણ તેમના વેપાર-ધંધા અને સેવાઓને ભારે અસરકારકતાથી લાખો ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

Related posts

2020-2021 से 8% से ज्‍यादा की विकास दर हासिल कर लेगा भारत : राजीव कुमार

aapnugujarat

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહ આંક ૨૦૧૭માં ૧.૩ લાખ કરોડ

aapnugujarat

મૂડીઝે ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સુધારી સ્ટેબલ કર્યુ

editor

Leave a Comment

UA-96247877-1