Aapnu Gujarat
બિઝનેસ

મૂડીઝે ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સુધારી સ્ટેબલ કર્યુ

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ઇન્ડિયાનું સોવેરિયન રેટિંગ બીએએ-૩ રાખ્યુ છે. જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને તે જંક સ્ટેટ્‌સ કરતા થોડોક જ વધારે છે. મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે વાસ્તવિક અર્થતંત્ર અને નાણાકીય સિસ્ટમના નકારાત્મક પરિબળો ઘટી રહ્યાં હોવાના કારણે સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સ્ટેબલ કરવામાં આવ્યું છે.મૂડીઝે જણાવ્યું છે કે ઝડપી રસીકરણને કારણે કોરોના સંક્રમણના જાેખમમાં ઘટાડો થયો છે. અમેરિકા સ્થિત રેટિંગ એજન્સીએ ૨૦૨૦માં ભારતના રેટિંગમાં ઘટાડો કર્યો હતોે. જાે કે અમેરિકાની રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે ભારત સરકારના દેવામાં વધારો થયો છે. ૨૦૧૯માં ભારત સરકારનું દેવું જીડીપીન ૭૪ ટકા હતું જે ૨૦૨૦માં વધીને જીડીપીના ૮૯ ટકા થઇ ગયું છે. મૂડીઝના અંદાજ મુજબ ટૂંકા ગાળામાં ભારતનું દેવું જીડીપીના ૯૧ ટકા થઇ શકે છે.આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સુધારીને સ્ટેબલ કર્યુ છે. એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં રિકવરી જાેવા મળી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ કોરોના અગાઉના આર્થિક વિકાસ કરતા વધી જશે. મૂડીઝના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપીમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો હતા. જાે કે મૂડીઝના અંદાજ મુજબ નાણૈાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના જીડીપીમાં ૯.૩ ટકાની વૃદ્ધિ જાેવા મળશે અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીડીપી ૭.૯ ટકા રહેશે.

Related posts

बढ़त के साथ बंद हुआ शेयर बाजार, सेंसेक्स 312 अंक चढ़ा और निफ्टी 11700 के पार

aapnugujarat

ફ્યુઅલ રિટેલિંગમાં રોકાણ કરવા રિલાયન્સને નિમંત્રણ

aapnugujarat

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1