Aapnu Gujarat
બિઝનેસ

પ્રમોટરો દ્વારા શેરના ઓપન માર્કેટ વેચાણને સેબી દ્વારા મંજુરી

પ્રમોટરો દ્વારા સેરના વેચાણને લઇને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીએ પ્રમોટરો દ્વારા શેરના ઓપન માર્કેટ શેરના વેચાણના લીલીઝંડી આપી દીધી છે. નવા નિયમો કેટલીક બાબતોને ધ્યાનમાં લઇને અમલી કરવામાં આવ્યા છે. લિસ્ટેડ કંપનીઓને લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગ જરૂરિયાતોને જાળવવાના હેતુસર રાહત આપવા આ નિર્ણય કરાયો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રમોટરો, પ્રમોટર ગ્રુપ દ્વારા જાળવી રાખવામાં આવેલા શેરના વેચાણને કુલ પેઇડઅપ ઇક્વિટી કેપિટલના બે ટકા સુધી ચુકવણી કરવા મંજુરી આપી દીધી છે. જો કે, આ વેચાણ માત્ર ચોક્કસ શરતોના આધાર પર હાથ ધરવામાં આવશે.
સેબીના નિયમોમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક લિસ્ટેડ કંપનીને લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગ ઓછામાં ઓછી ૨૫ પ્રતિ શેરની નિયમ મુજબ જાળવવાની જરૂર રહે છે. લિસ્ટેડ પબ્લિક સેક્ટરની કંપનીઓને ૨૧મી ઓગસ્ટ ૨૦૧૮ સુધી તેમની જરૂપિયાતોને પૂર્ણ કરવા માટે મહેતલ આપવામાં આવી છે. લિસ્ટેડ કંપનીઓ ધારાધોરણને પાળવા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે.

Related posts

વોટ્‌સએપ હરકતમાં આવ્યું : જાહેરાત દ્વારા યુઝર્સને ફેક મેસેજથી બચવા ટીપ્સ જારી કરી

aapnugujarat

शेयर बाजार में तेजी, सेंसेक्स 264 अंक चढ़ा और निफ्टी 11023 पर बंद

aapnugujarat

આવનારા સમયમાં જીએસટીની ત્રણ શ્રેણી હશે : સુશીલકુમાર મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1