Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવેએ કર્યો ટિકિટ બુકિંગમાં કર્યો મોટો ફેરફાર

ભારતીય રેલવેની વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે એક મોટો ફેરફાર કર્યો છે. પહેલી માર્ચથી તમે મુંબઈ સબઅર્બન સીઝન ટિકિટ રેલવેની વેબસાઈટ દ્વારા બુક નહિં કરાવી શકો. જો કે એનો અર્થ એ નથી કે હવે તમે ઘરે બેઠાં મુંબઈ લોકલની ટિકિટ બુક નહિં કરાવી શકો. ભારતીય રેલવે આ કામ માટે એક એપ લોન્ચ કરી છે. તેના દ્વારા આ કાર્ય કરી શકાશે. રેલવે અનુસાર હવે મુંબઈ સબઅર્બન સીઝન ટિકિટ ‘યુટીઓસ’ મોબાઈલ એપ દ્વારા બુક કરાવી શકે છે. આ એપ ગૂગલ પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.ભારતીય રેલવેએ યુટીઓસ એપ દ્વારા ‘અનરિઝર્વ્ડ ટિકિટ થ્રુ મોબાઈલ એપ્લિકેશન’ લોન્ચ કરી છે. તેનાથી તમે આસાનીથી તમામ પ્રકારની અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકો છો. આ એપ દ્વારા નવી સિઝન ટિકિટ બનાવવાની સાથે જ ટિકિટ રિન્યૂ પણ કરાવી શકો છો.આ એપનો ઉપયોગ કરવા માટે તમારે પોતાને રજિસ્ટર કરવા પડશે. જેવા તમે પોતાને રજિસ્ટર કરાવશો કે તરત જ એમાં ‘આર-વોલેટ’ બની જશે. આ વોલેટને તમે યૂટીએસ કાઉન્ટર દ્વારા રિચાર્જ કરી શકો છો

Related posts

ત્રાસવાદી અબુ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર

aapnugujarat

NIA court rejects Pragya Thakur’s plea for exemption from personal appearance in Malegaon blasts case

aapnugujarat

कृषि आय पर टैक्स छूट में ५०० करोड़ रुपये की गड़बड़ी : सीएजी रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1