Aapnu Gujarat
બ્લોગ

કાર્ડિયેક અરેસ્ટ કોઇ પણ વયમાં થઇ શકે છે : રિપોર્ટ

કાર્ડિયેક અરેસ્ટથી બોલિવુડની મહાન અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ બોલિવુડ શોકમાં છે ત્યારે આ બિમારીને લઇને વ્યાપક ચર્ચા છેડાઇ ગઇ છે. શ્રીદેવીના કરોડો ચાહકો અને અન્ય લોકોમાં ચર્ચા છે કે શુ કાર્ડિયેક અરેસ્ટની શ્રીદેવીની કોઇ વય હતી. બીજી બાજુ જાણકાર લોકો કહે છે કે આ પ્રકારની તકલીફ તમામને થઇ શકે છે. હાર્ટ સાથે સંબંધિત નિષ્ણાંત તબીબો કહે છે કે જીવનશેલીમાં ફેરફાર માટેના કારણે હાર્ટની બિમારીના કારણે શોધ ચાલી રહી છે. આ શોધ અને વ્યાપક તેમજ સારી દવાના કારણે વયમાં વધારો થયો છે. જો કે તેમનુ કહેવુ છે કે આ પ્રકારની તકલીફ કોઇ પણ વયમાં થઇ શકે છે. જે લોકો પારિવારિક ઇતિહાસ ધરાવે છે તે લોકોને સંભાવના વધારે રહે છે. તબીબો કહે છે કે કાર્ડિયેક અરેસ્ટ થવાની સ્થિતીમાં એકાએક વ્યક્તિની હાર્ટની ગતિ રોકાઇ જાય છે. જેથી મસ્તિષ્કને ઓક્સીજન મળવાનુ બંધ થઇ જાય છે. જેથી મિનિટોના ગાળામાં જ મોત થઇ જાય છે. પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યાની શંકા વધારે રહે છે. અત્રે નોંધનીય છે કે બોલિવુડની મહાન હસ્તી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઇમાં અવસાન થયુ હતુ.
લોકપ્રિય શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી પર હાર્ટએટેક થતાં તેમનું અવસાન થયું હતું.

Related posts

MORNING TWEET

aapnugujarat

વર્ષ ૨૦૧૭ની સૌથી મોટી રાજકીય ઘટના…..

aapnugujarat

પ્રેમ જોઇએ તો પ્રેમ આપો

editor

Leave a Comment

UA-96247877-1