Aapnu Gujarat
બ્લોગ

પ્રેમ જોઇએ તો પ્રેમ આપો

પ્રેમ જોઇએ તો પ્રેમ આપો…
ધન જોઇએ તો ધન આપો…
‘મુજને ડુબાનારા મારા જ છે વિચારો’
અમૃત ‘ઘાયલ’ની આ પંક્તિ આપણને ઘણુ બધુ કહી જાય છે. આપણી સુખ, સમૃદ્ધિ અને સામાર્થ્યનો આધાર વિચારો પર છે. શેક્સપિયરે પણ કહ્યુ છે કે, ઉચ્ચ વિચારોવાળુ મન જ શરીરને કિંમતી બનાવે છે.
મનુષ્યજાતિના મગજનાં ઘર કરી ગયેલા ખરાબ વિચારો પૈકી એક વિચાર એ છે કે, જગતમાં પ્રત્યેક માણસ માટે વસ્તુ પૂરતા પ્રમાણમાં નથી અને થોડા માણસો શ્રીમંત બની શકે એટલા માટે ઘણા માણસોએ રંક જ રહેવું જોઇએ.
એનું ઉદાહરણ અમેરિકનો છે. આ પ્રજા સમૃદ્ધિની આશા રાખે છે એટલા માટે એ સમૃદ્ધિશાળી છે. રંક્તાનો સ્વીકાર કરતા નથી અને પોતાને જોઇતી કોઇ પણ વસ્તુની ઋટિ છે. તેવું તેઓ માનતા નથી.
જોઇતી વસ્તુ પોતાને પ્રાપ્ત છે જ એવો વિચાર આગ્રહપૂર્વક ધારણ કરવો એ જ ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. સમૃદ્ધિ હંમેશા મનમાં ધારણા કરવી અને પોતાના મનમાં વારંવાર એમ બોલવું કે, પરમાત્માની જેટલી વસ્તુઓ છે તે સર્વ મારી છે. પરમ કૃપાળુ પરમાત્મા સતત મારું ધ્યાન રાખે છે. મારે જે વસ્તુની જરૂર હોવ તે મને આપે જ છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા સદા મારા પર છે અને રહેશે.
તમને જેટલા પૈસાની જરૂર છે તે અત્યારે તો અદૃશ્ય રીતે ત્યાં હાજર જ છ. તમારી પાસે પુરતું ધન નથી, કારણ કે તમે ધનના પ્રવાહને તમારા તરફ આવતા તમારા વિચારો મારફત રોકો છે.
પૈસા માત્ર પગાર તરીકે જ તમારી પાસે આવે એ માન્યતા ભૂલ ભરેલી છે. તમારે માટે સમૃદ્ધિ હાજરા હજુર છે. તમારે એ જાણવાની જરૂર નથી કે પૈસા કેવી રીતે આવશે તમારું કામ એટલું જ છે કે એ રકમ મળી ગઇ છે એવો ભરોસો રાખવો અને ખુશ રહેવુ
કેવી રીતે પૈસા આવશે એ ચિંતા બ્રહ્માંડ પર છોડો એ પોતે નક્કી કરી લે છે કે રકમ તમારા સુધી કઇ રીતે પહોચાડશે. યાદ રાખો કે બ્રહ્માંડ માટે તમારી ઇચ્છા તો એક નાનકડ ટપકા સમાન જ છે. આપણને એવુ લાગે છે કે મારી ઇચ્છા ઘણી મોટી છે પરંતુ બ્રહ્માંડ આગળ આપણી ઇચ્છાની કોઇ વિસાત નથી.
તમારા મનમાં એવા વિચારો આવતા હોય કે પૈસા મેળવવા માટે ખરેખર ખૂબ જ કામ કરવું પડશે ઘણો સંઘર્ષ વેઠવો પડશે તો એ વિચારને તાત્કાલિક મનમાંથી હાંકી કાઢો. તમારા વિચારો બદલાવી કહો પૈસા સરળતાથી આવે છે આવતા રહે છે.
એક સારી વાત એ જ છે કે જે ક્ષણે તમે નક્કી કરો કે તમારું જ્ઞાન બાળપણની ખોટી માન્યતાઓ કરતા વધારે મહત્વનું છે ત્યારે સમૃદ્ધિ મેળવવાના માર્ગે તમે ગિયર બદલ્યુ છે. સફળતા અંદરથી આવે છે. બહારથી નહી.
તમારે પૈસા વિશેની ખોટી માન્યતાઓને દૂર કરી અનુભવવુ પડશે કે મારી પાસે જરૂર કરતા વધારે પૈસા છે અને હું પૈસાને ગમુ છુ. ઘણો બધો ધનનો ખજાનો છે. અને એ મારી તરફ આવી રહ્યો છે. હું ધનનું ચુંબક છું. મને રોજે રોજ પૈસા મળ્યા કરે છે. આભાર, આભાર.
જીવનમાં જે જોઇએ તે આપતા રહો અર્થાત પ્રેમ જોઇએ તો પ્રેમ આપો. પૈસા જોઇએ તો પૈસા આપો. તમારા જીવનમાં વધારે પૈસા આવે તે માટે પૈસા આપવા એ શક્તિશાળી પ્રક્રિયા છે.
ઘણી વ્યક્તિ એવું માનતી હોય છે કે ત્યાગ કરવો જોઇએ પણ દાન દેવામાં અને ત્યાગ કરવામાં આ બંને બાબતો વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણે જ્યારે હૃદયપૂર્વક આપીએ છીએ ત્યારે ઘણુ સારું લાગે છે. ત્યાગમાં હંમેશા એવુ નથી બનતુ.બંને સામસામા છેડાની વાત છે પહેલામાં અભાવનો સંકેત મોકલાય છે બીજામાં એવી લાગણી થતી નથી. સંપૂર્ણ હદયથી આપવામાં અદભૂત આનંદની અનુભૂતી થાય છે.
ઘણા લોકો હજુ એમ જ માને છે કે, વસ્તુઓ મેળવવા માટે માણસોએ પરસ્પર જૂઠ પ્રપંચ કરવાની જરૂર છે. આપણે આને વ્યાપારનો આવશ્યક સિદ્ધાંત ગણીએ છીએ. અમે તો વ્યાપારી રહ્યા, કોઇ સાધુ સંન્યાસી નથી. ધંધોરોજગારમાં સત્ય રાખીએ તો ભૂખે મરીએ. એવી વાતો આપણે અનેક પ્રસંગોએ સાંભળીએ છીએ.
જો આપણે અખૂટ ભંડારના સ્વામી સાથેના આપણા નિકટ સંબંધની પ્રતીતિ કરી શકીએ. તો આપણે કદી પણ અછત ભોગવીએ નહિ.

આલેખન : મનિષા નિમેષ વાઘેલા

Related posts

સોશિયલ મીડિયા : બુદ્ધિનો વિકાસ કે સમયનો દુરુપયોગ

aapnugujarat

ચૂંટણીનાં ચમકારા : ભાજપ-કોંગ્રેસનાં વિજયનાં ભણકારા

aapnugujarat

સ્પોર્ટર : બાય બાય ૨૦૧૮ – વેલકમ ૨૦૧૯

aapnugujarat

Leave a Comment

UA-96247877-1