Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્‌ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટનું આજે ઉદ્‌ઘાટન કર્યા બાદ સંબોધન કર્યુ હતુ. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે પરિવર્તન થાય છે ત્યારે પરિવર્તન પણ દેખાવવા લાગે છે. આ પરિવર્તન માટે તેઓ મુખ્યપ્રધાન યોગી અને તેમની ટીમને અભિનંદન આપે છે. તેમણે કહ્યુ હતુ કે પહેલા ઉત્તરપ્રદેશમાં ભય અને અસુરક્ષાની સ્થિતી હતી. હવે ુ પ્રદેશને હતાશા અને નિરાશામાંથી બહાર કાઢવામાં સફળતા મળી ચુકી છે. રાજ્યમાં લોકોમાં નવી આશા દેખાઇ રહી છે. મોદીએ તેમના અંદાજમાં પાંચ પીનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પોન્ટેશિયલ , પોલિસી, પ્લાનિંગ,પરફોર્મથી જ પ્રોગ્રેસ આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે યુપીમાં યોગી, તેમની ટીમ અને પ્રજા હવે સુપરહિટ પરફોર્મ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ હતુ કે થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં પણ આવા જ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મહારાષ્ટ્ર સરકારે ટ્રિલિયન ડોલર ઇકોનોમિ માટે ટાર્ગેટ રાખીને વિશ્વાસ સાથે આગળ વધવાની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ બાબતને લઇને સ્પર્ધા થઇ શકે છે. પહેલા કોણ ટ્રિલિયન ડોલર ઇકોનોમી માટે લક્ષ્ય હાંસલ કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે રાજ્યો પારસ્પરિક સ્પર્ધા કરે તે જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે લાખો યુવાનોને રોજગારીની તક આપવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે યુપીમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અલીગઢ, આગરા, કાનપુર, ઝાંસી અને ચિત્રકુટ સુધી થનાર છે. આના કારણે ૨.૫ લાખ લોકોને રોજગારી મળનાર છે.

Related posts

રાહુલનાં ઉપવાસ : કોંગી નેતા છોલે ભટુરે આરોગીને આવ્યાં

aapnugujarat

લાલુ છાનામાના ભાજપના નેતાઓને મળતાં હતાં

aapnugujarat

પંજાબ હરિયાણામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી રેલીઓમાં ભીડ એકઠી કરવાનો બિઝનેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1