Aapnu Gujarat
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં પ્રેમીકાએ પ્રેમીને વીડિયો કોલ કરી લગાવી ફાંસી

હૈદરાબાદમાં કોમ્પલ્લી વિસ્તારમાં એક હોસ્ટેલમાં એમબીએની વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં પ્રેમી સાથે વીડિયો કોલ દરમિયાન પોતાને ફાંસી પર લટકાવી દીધી હતી.આ ઘટના શનિવારે રાત્રે બની છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીનું નામ હનિશા ચૌધરી છે. તે પોતાના પ્રેમી દક્ષિત પટેલ સાથે મોબાઇલમાં વીડિયો કોલ દરમિયાન આત્મહત્યા કરી હતી.હનિશા આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં રહેતી હતી. ઘટના બાદ હનિશાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. પોલીસે આ વિદ્યાર્થીનીનો મોબાઇલ કબ્જે કરી લીધો છે અને આત્મહત્યા પાછળના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી વિદ્યાર્થીનીના મોતનું કારણ જાણવા મળ્યું નથી જોકે આ આત્મહત્યાને કારણે વિદ્યાર્થી આલમમાં ખળભળાટ મચ્યો છે.

Related posts

૨૦૧૯ સુધીમાં ગંગા ૯૦ ટકા સ્વચ્છ થઈ જશે : નીતિન ગડકરી

aapnugujarat

પ્રેમિકાએ પ્રેમીને જીવતો સળગાવ્યો

aapnugujarat

મોદી જેવા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જોયા નથી : પ્રિયંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1