Aapnu Gujarat
મનોરંજન

આંખ મારતી પ્રિયા પ્રકાશ બની અમુલ ગર્લ

એકમાત્ર વીડિયોને લીધે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી પ્રિયા પ્રકાશ વારિયર હવે અમુલ ગર્લ બની છે. અમુલે તેના પોસ્ટરમાં પ્રિયાને અમુલ ગર્લ તરીકે રજૂ કરી છે.અમુલે તેના સત્તાવાર ટવવિટર અને ફેસબુક એકાઉન્ટમાં આ અંગેનો પોસ્ટરનો પોસ્ટ કર્યો છે. પ્રિયા પ્રકાશને પોસ્ટરમાં સ્કૂલ ગર્લ દર્શાવવામાં આવી છે. પોસ્ટરમાં આંખ મારતી પ્રિયા પ્રકાસના હાથમાં બ્રેડ-બટર છે અને ટેગલાઈન વિંક ઓલ, વિંક ઓલ, લિટલ સ્ટાર લખવામાં આવ્યું છે.પ્રિયા પ્રકાશની મલાયલમ ફિલ્મ ઓરુ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થનાર છે. આ જ ફિલ્મનું ગીત માનિક મલયારા પૂવી હમણાં જ રિલીઝ થયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર આવતાં જ પ્રિયા પ્રકાશ છવાઈ ગઈ છે અને ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશના ફોલોઅર્સનું ધોડાપૂર જોવા મળ્યું છે.પ્રિયા હાલમાં માત્ર ૧૮ વર્ષની જ છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. પ્રિયાએ તેની પ્રથમ ફિલ્મમાં પણ વિદ્યાર્થીનીનો જ અભિનય કર્યો છે.

Related posts

શહીદ જવાનોનાં પરિવારોને મદદરૂપ થવા બદલ અક્ષય, સાઈનાને નક્સલવાદીઓની ધમકી

aapnugujarat

मुझे लोगों और उनकी भावना से डर लगता है : ईशान खट्टर

aapnugujarat

मैं कभी पर्सनल सवालों का जवाब नहीं देती : मलाइका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1