Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગૌરક્ષકોનું વિવાદિત નિવેદનઃ ‘જ્યાં ગૌ-હત્યા જોઈશું ત્યાં ગોળી મારી દઈશું’

નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં ગૌ-માતા પ્રતિષ્ઠા આંદોલનમાં એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે.રાજસ્થાન ગૌ રક્ષા કમાંન્ડો ફોર્સના અધ્યક્ષ એસ.એસ.ટાઇગરે મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું છે કે, જ્યાં પણ ગાયની હત્યા થતી જોઇશું, ત્યાં જાહેરમાં ગોળીમારી દેશું. તેમજ તેમણે કહ્યું કે, અમને કોઇ કાનુન અને સંવિધાનની પરવા નથી. જ્યાં ગાય કપાશે, ત્યાં જ કસાઇ કપાશે.આ નેતાએ વધુમાં જણાવ્યું હતુ કે, તમને લોકોને તે નથી દેખાતું કે, ગાયોની હત્યા થઇ રહી છે, નેતાઓ અને મંત્રીઓ મૂંગા રહી શકશે પરંતુ અમે શું કરીએ જો કોઇ અમારી માં સાથે અત્યાચાર કરશે તો શું અમે સહન કરીશું.અમારી માતાને કોઇ કાપશે તો અમે તેને નહી છોડીએ. અમે સંતોના આદેશની રાહ જોઇએ છીએ. આ તકે તેમણે ગાયને રાષ્ટ્રીય માતા બનાવવા પર જણાવ્યું કે, જો મોદીજીએ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર નથી કરી તો આજ પછી ના આંદોલન કરીશું, ના ધરણાં, જ્યાં પણ ગૌ હત્યા જોઇશું ત્યા જાહેરમાં ગોળી મારી દેશું. તેમણે જણાવ્યું કે, અમે સ્પષ્ટ જણાવી રહ્યાં છીએ કે, દેશનો કાનુન કંઇ પણ કરે, અમને ફાંસી પર ચડાવી દે, જેલમાં મોકલે, અમને તે મંજૂર છે, પરંતુ ગૌ માતાની હત્યા સહન નહી કરીએ. અહીં અમારી માઁ કાપાય રહી છે કયા કાનુન અને સંવિધાનની વાતો કરી રહ્યાં છો? હિન્દુસ્તાન ૧૦૦ કરોડ હિન્દુઓનો દેશ છે. જેને લોકો હિન્દુ રાષ્ટ્ર કહે છે, જો અહીં જ અમારી માઁ ની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે કાયદાની વાત કરો છો? અમે તેવો કોઇ કાયદાને નહી માનીએ જેમાં અમારી માઁ માટે કોઇ કાયદો ના હોય. પહેલા ગાય માતા માટે કાયદો બને નહીતર અમને જેલ પણ મંજુર છે અને ફાંસી પણ મંજુર છે. અમને કોઇની પરવા નથી.

Related posts

प्राइवेट ऑपरेटरों को सड़के, हवाई अड्डे लीज पर देगी सरकार

aapnugujarat

PM Modi to visit Saudi Arabia soon, will discuss investment with Prince Salman

aapnugujarat

કમોસમી વરસાદ વચ્ચે ઘઉંની ખરીદી ૬૩ ટકા ઓછી દેખાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1