Aapnu Gujarat
ગુજરાત

આદિવાસી બાળકો હવે બસમાં કોમ્પ્યુટર શીખશે

આદિવાસી વિસ્તારોમાં હજુ પણ ઘણાં બાળકો છે જેમને શિક્ષણ તો નથી જ મળતું પરંતુ તેમને કોમ્પ્યુટર જેવા ઇલેકટ્રીક સાધનો અંગે પણ કોઇ જાણકારી નથી. આવા બાળકોને શિક્ષણ આપવા માટે એકલ ફાઉન્ડેશનને એક ચાલતી ફરતી કોમ્પ્યુટર લેબ શરૃ કરવામાં આવી રહી છે.  આ અંગે કપીશ ખાટુંવાળા કહે છે કે, આ કોમ્પ્યુટર બસ ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં દસમી છે જે આવા વિસ્તારોમાં શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. આવતીકાલથી આ બસ ડાંગ જિલ્લામાં તાપી, નર્મદા, ભરૃચ અને દાહોદ વિસ્તારોમાં ફરશે. આ બસમાં ૯ કોમ્પ્યુટર છે અને તેના પર બે વિદ્યાર્થીઓ બેસી શકે છે એટલે કે કુલ ૧૮ વિદ્યાર્થીઓ બેસીને કોમ્પ્યુટર અંગે જાણી શકશે. સંસ્થાના પ્રમુખ વિનોદ અગ્રવાલ કહે છે કે, આ બસ સોલાર બસ છે અને તેમાં મુકેલા ૯ કોમ્પ્યુટર સાથે ૩૦ લાખના ખર્ચે આ બસ વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ બસમાં જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવવામાં આવશે તેનું તેમને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે અને આ સર્ટીફીકેટ થકી તેઓ ઓનલાઇન પરીક્ષા આપી શકશે.

Related posts

વડોદરામાં ટાઈફોઈડના કેસમાં વધારો

aapnugujarat

कच्छ में ट्रिपल सड़क हादसा, 10 लोगों की मौत व 5 घायल

aapnugujarat

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1